September 21, 2026
ગુજરાત

નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ

શહેરમાં ટ્રાફિકથી ધમધમતો એક બ્રિજ નવેમ્બરથી પાંચ મહિના માટે બંધ રહેશે. નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ રખાશે.

અમદાવાદનો ટ્રાફિકથી ભરચક રહેતો શાસ્ત્રી બ્રિજ હવે જૂનો થઈ ગયો હોવાથી તેના સમારકામની જરૂર પડી છે.  બ્રિજની મજબૂતી જાળવી રાખવા માટે તેના 15 વર્ષ જૂના 180 બેરિંગ બદલવા પડશે. આ સમારકામના કારણે નવેમ્બર મહિનાથી શરૂ કરીને આગામી 5 મહિના સુધી બ્રિજનો નારોલથી વિશાલા તરફ જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ રહેશે.જેને લઈ ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યું છે.

ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર: આ વાહનો અવર-જવર માટે વિશાલાથી નારોલ તરફના બ્રિજનો ઉપયોગ કરી શકશે. એટલે કે, બ્રિજના એક ભાગ પરથી બંને તરફનો ટ્રાફિક ચલાવવામાં આવશે.

મોટાં વાહનો (ટ્રક, બસ વગેરે): હાલમાં પણ મોટાં વાહનો માટે બ્રિજ પર પ્રવેશ પ્રતિબંધિત છે. આ વાહનોએ દાણીલીમડા થઈને અંજલિ ચાર રસ્તા તરફથી જવું પડશે.

આ બ્રિજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ આવવા-જવા માટેનો ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગ છે. તેના પર રોજના લાખો વાહનોની અવરજવર રહે છે. નોંધનીય છે કે આ બ્રિજનું સમારકામ એક વર્ષ પહેલાં પણ થયું હતું, પરંતુ ત્યારે માત્ર ઉપરના રસ્તા (સરફેસિંગ)ની કામગીરી જ કરવામાં આવી હતી.

Related posts

પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા

Ahmedabad Samay

ઉમણીયાવદર ગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો તલવાર વડે હુમલો

Ahmedabad Samay

જીટીયુ અને ઈન્ફોસીસ વચ્ચે ઈમર્જિંગ ટેક્નોલોજી ક્ષેત્રના 12000 કોર્સ અંતર્ગત એમઓયુ કરાયા

Ahmedabad Samay

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Ahmedabad Samay

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

Ahmedabad Samay

મરાઠા અનામત માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ૧૦૨માં સુધારા અંગે પુનર્વિચારણાની અરજી ફગાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો