September 21, 2026
રાજકારણ

અમિતશાહે રાહુલ ગાંધીના સેનાના જવાનોની જાતિ અને ધર્મ જાણવાના નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને આ વાત કહેતા શરમ આવવી જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુરુવારે બિહારમાં ચૂંટણી રેલીઓ સંબોધી હતી, જ્યાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતા. શાહે રાહુલ ગાંધીના સેનાના જવાનોની જાતિ અને ધર્મ જાણવાના નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને આ વાત કહેતા શરમ આવવી જોઈએ.

અમિતભાઈ શાહે મધુબની, પશ્ચિમ ચંપારણ અને મોતિહારીમાં રૅલીઓને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે બિહારની ચૂંટણીને ‘ઘૂસણખોરોથી મુક્તિનું અભિયાન’ ગણાવ્યું. શાહે કહ્યું કે અવૈધ બાંગ્લાદેશી ઘૂસણખોરો દેશ માટે સુરક્ષાનો ખતરો છે અને તેઓ બિહાર તેમજ દેશના લોકોની નોકરીઓ છીનવી રહ્યા છે.

સુરક્ષા અને રોજગાર: શાહે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અને યુવાનોના રોજગારના મુદ્દાને અવૈધ ઘૂસણખોરીથી અલગ કરી શકાય નહીં. તેમણે રાહુલ ગાંધીના નિવેદનને રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર મામલામાં રાજનીતિ સાથે જોડવાનો પ્રયાસ ગણાવ્યો. આ નિવેદનોથી બિહારના ચૂંટણી પ્રચારમાં ગરમાવો વધી ગયો છે

Related posts

બિહાર ચૂંટણીના પરિણામો NDA માટે જંગી વિજય, ધાર્યા કરતાં સારું પરિણામ આવ્યું

Ahmedabad Samay

મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવાદળના કાર્યકરો BJP માં જોડાયા

Ahmedabad Samay

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટી ઈજા થઈ છે

Ahmedabad Samay

દેશના અનેક ભાગોમાં ‘આપ’ના કાર્યકરોએ દેખાવો અને ચક્કાજામ કર્યા

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં રાજધાની એક્સપ્રેસ જેવું સુપરફાસ્ટ કામનું નામ કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકી

Ahmedabad Samay

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો