સીઝનના પહેલા વરસાદમાં નરોડના અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો હતો.
તેવામાં પ્રજાના પ્રતિનિધિ નરોડાના કાઉન્સિલર શ્રી રાજેન્દ્રસિંહ સોલંકીએ ચાલુ વરસાદમાં પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઇ ભરાયેલા પાણીના નિકલના કામો કર્યા હતા જેને પગલે અનેક વિસ્તારમાંથી ભરાયેલું પાણી ખાલી થયું હતું અને લોકોને રાહત મળી હતી.