September 22, 2026
અપરાધગુજરાત

રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી, ડ્રાઇવર નશાની હાલતમાં મળ્યો

શહેરના ગોતા વિસ્તારમાં વંદે માતરમ રોડ પર આવેલા સાયોના તિલક નજીક શનિવારે  રાત્રે અકસ્માત સર્જાયો હતો. અહીં રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ ડ્રાઈવર પર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ અકસ્માત થતાંની સાથે જ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ જ્યારે 112 જનરક્ષક ગાડીની અંદર તપાસ કરી, ત્યારે ગાડીમાંથી તૂટેલી હાલતમાં સીરપની એક બોટલ મળી આવી હતી, જેને કારણે ડ્રાઇવર નશામાં હોવાની આશંકા વધુ મજબૂત બની હતી. સ્થાનિકોએ દાવો કર્યો છે કે, પોલીસની ગાડીનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો.

બનાવની જાણ થતાં જ એ ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, અકસ્માત કરનાર પોલીસ ડ્રાઇવરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. કારમાંથી જે સીરપની બોટલ મળી આવી છે, તે મામલે સોલા પોલીસને જાણ કરવામાં આવી છે. સોલા પોલીસ આ સીરપની બોટલ કયા પ્રકારની છે અને કયા કારણોસર ગાડીમાં હતી, તે અંગે તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, પોલીસના જ વાહન દ્વારા અકસ્માત સર્જાતા અને તેમાં નશાના પદાર્થની શંકાસ્પદ બોટલ મળી આવતા, આ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Related posts

દાનવીર મહિપતસિંહ બાપુએ કર્યું પંચોતેર કરોડનું દાન

Ahmedabad Samay

લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાદવ અને તેઓની ટીમ દ્વારા ૪૦૦ થી વધુ બોટલોનું રક્તદાન કરી સી.આર.પાટીલની ૯૫ લિટર રક્ત સાથે રક્તતુલા કરવામાં આવી હતી.

Ahmedabad Samay

કલેકટર કચેરી ખાતે કોરોના મૃતકના સહાય ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

Ahmedabad Samay

એસજી હાઈવે પર આવેલા વોડાફોન હાઉસમાં ૭૬ લેપટોપની ચોરી

Ahmedabad Samay

ગાંધીનગર: નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર, 14થી 18 માર્ચ સુધી અહીં થશે ભરતી મેળાનું આયોજન

Ahmedabad Samay

અમદાવાદ-ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનો કોર્પોરેશને સન્માન કાર્યક્રમ ના રાખતા વિદ્યાર્થીઓ નારાજ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો