August 7, 2026
અપરાધગુજરાત

રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી, ડ્રાઇવર નશાની હાલતમાં મળ્યો

શહેરના ગોતા વિસ્તારમાં વંદે માતરમ રોડ પર આવેલા સાયોના તિલક નજીક શનિવારે  રાત્રે અકસ્માત સર્જાયો હતો. અહીં રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ ડ્રાઈવર પર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ અકસ્માત થતાંની સાથે જ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ જ્યારે 112 જનરક્ષક ગાડીની અંદર તપાસ કરી, ત્યારે ગાડીમાંથી તૂટેલી હાલતમાં સીરપની એક બોટલ મળી આવી હતી, જેને કારણે ડ્રાઇવર નશામાં હોવાની આશંકા વધુ મજબૂત બની હતી. સ્થાનિકોએ દાવો કર્યો છે કે, પોલીસની ગાડીનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો.

બનાવની જાણ થતાં જ એ ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, અકસ્માત કરનાર પોલીસ ડ્રાઇવરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. કારમાંથી જે સીરપની બોટલ મળી આવી છે, તે મામલે સોલા પોલીસને જાણ કરવામાં આવી છે. સોલા પોલીસ આ સીરપની બોટલ કયા પ્રકારની છે અને કયા કારણોસર ગાડીમાં હતી, તે અંગે તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, પોલીસના જ વાહન દ્વારા અકસ્માત સર્જાતા અને તેમાં નશાના પદાર્થની શંકાસ્પદ બોટલ મળી આવતા, આ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Related posts

અમદાવાદના જિલ્લા મદદનીશ રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળા તથા અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા માહિતીદર્શક કાર્યક્રમનું આયોજન

Ahmedabad Samay

અમદાવાદ આરોગ્ય વિભાગ ની બેદરકારી,

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

વાવાઝોડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો,મુસાફરો અટવાયા,સ્કૂલો બંધ કરાઇ અને ટ્રાન્સપોર્ટ પર પણ થઇ અસર

Ahmedabad Samay

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી

Ahmedabad Samay

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો