June 25, 2026
ગુજરાત

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે નવી AC પ્રતિક્ષાલયની શરૂઆત કરવામાં આવી

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે નવી AC પ્રતિક્ષાલયની શરૂઆત કરવામાં આવી છે. 250થી વધુ લોકોની ક્ષમતા ધરાવતું આ આધુનિક પ્રતિક્ષાલય અનેક સુવિધાઓથી સજ્જ છે. જેમાં નાના બાળકો માટે બેબી કેર રૂમ, ગરમ પાણી માટેની પણ સવલત કરાઈ છે. આ ઉપરાંત  મોબાઈલ ચાર્જિંગ અને નાસ્તા માટે સ્ટોલ જેવી સુવિધાનો સમાવેશ થાય છે.

પ્લેટફોર્મ નંબર 1 પર 24 કલાક ખુલ્લું રાખવામાં આવનાર આ વેઈટિંગ રૂમનો ચાર્જ વયસ્કો માટે પ્રતિ કલાક ₹20 અને બાળકો માટે ₹10 નક્કી કરવામાં આવ્યા છે. સાથે જ ટોયલેટ, બાથરૂમ, દિવ્યાંગો માટે ખાસ બાથરૂમ તથા હોટલ અને કેબ બુકિંગ માટે હેલ્પ ડેસ્ક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર અનુભવ આપવા માટે રેલવે સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓમાં સુધારાઓ કરી રહ્યું છે.

Related posts

પેટ્રોલ-ડીઝલ બાદ હબે સી.એન.જી ના ભાવ વધારાની થઇ બ્રેક ફેલ

Ahmedabad Samay

નાટક મંડળી દ્વારા ગ્રામજનોને અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ ફક્ત હોટસ્પોટ વિસ્તાર માટે

Ahmedabad Samay

L.G હોસ્પિટલ પાસે,મણીનગર ખાતે આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળાનું ખુલ્લુ મેદાન ફક્ત રમતગમત હેતુ માટે જ ઉપયોગ કરવા અને જીમનું ખાનગીકરણ અટકાવવા ભારે સૂત્રોચાર કરી તીવ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

નમો સેના ઈંડિયા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી ગૌરવસિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવ્યા

Ahmedabad Samay

સુરતમાં કોરોના વધતા તમામ શાળાઓ અને ટ્યુશન સહિતના એકમો બંધ રાખવા માટે આદેશ અપાયો છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો