સમગ્ર દેશમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રીના આદર્શ વિચારો, યોજનાઓ, કલ્પનાઓને સોશ્યલ મીડિયા, જનસેવાના માધ્યમ થી જન જન પહોંચતી કરવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના સેવકોના જુથ તથા ભારતીય જનતા પાર્ટીના સમર્થક તરીકે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ નમો સેના ઈંડિયા સંગઠનમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાને ધ્યાનમાં રાખીને ફરિવાર મોદી સાહેબને સમર્થન આપવા રાષ્ટ્રવાદી યોધ્ધાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
જેમાં હાલમા કાર્યરત શ્રી વિનુભાઈ મુંગળાજીની તબિયતને ધ્યાનમાં રાખીને તેમના સ્થાને કરણી સેનાના ઉપાધ્યક્ષ શ્રી ગૌરવ સિંહ ચૌહાણજીને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.આ શુભ પ્રસંગે સંસ્થાપક શ્રી સંજયભાઈ ગોસ્વામી બજરંગ દળના અગ્રણી નેતા શ્રી જનક સિંહ પરમાર, મહામંત્રી શ્રી દિપકભાઈ સાકરિયા, યુવા ઉપાધ્યક્ષ શ્રી રોહિત પ્રજાપતિ, નિરજસિહ ઠાકુર, વિશાલભાઈ પાટણકર, અરૂણભાઇ મોદી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ગૌરવ સિંહ ચૌહાણ જીની નિમણૂકને સમસ્ત ભારતીય જનતા પાર્ટી, નમો સેના ઈંડિયા સંગઠનના હોદ્દેદારો, સમગ્ર વિવિધ સમાજના અગ્રણીઓ, કરણીસેના, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, મહાકાલ સેનાના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.