September 21, 2026
ગુજરાત

મતદારયાદીમાં બે જગ્‍યાએ નામ રાખવું તે ૧ વર્ષ સુધીની કેદને પાત્ર છે,sir ફોર્મ વિગત નહિ ખબર હોય તોપણ સહી કરી જમા કરી શકાશે ફોર્મ

ચૂંટણી પંચની જાહેરાત મુજબ ગુજરાતમાં SIRની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. બૂથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે પહોંચીને મતદાર યાદીમાં નોંધણી માટેના ફોર્મ વહેંચી દીધા છે. મતદારોએ આ ફોર્મમાં અપડેટેડ માહિતી ભરીને BLOને આપવાની રહેશે. ૪ નવેમ્‍બરથી શરૂ થયેલી આ પ્રક્રિયા ૪ ડિસેમ્‍બર સુધી ચાલવાની છે. ત્‍યારે હવે ચૂંટણી પંચ દ્વારા મતદારોને BLOએ આપેલા ફોર્મ ભરીને જમા કરાવવા માટે બે દિવસનો ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે.

રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી દ્વારા SIR ૨૦૨૫ને લઈને એક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેના હેઠળ મતદારો પોતાનું તથા પોતાના માતા-પિતા, દાદા-દાદી તથા ઘરના અન્‍ય સભ્‍યોનું સહી કરેલું ફોર્મ જમા કરાવી શકે છે. BLOને ફોર્મ જમા કરાવવા માટે તમામ વિગતો ભરેલી હોવી જરૂરી નથી. જો તમને યોગ્‍ય વિગત ન મળે, તો ‘વિગતો વિના’નું SIR ફોર્મ પણ તમે જમા કરાવી શકશો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં SIRની પ્રક્રિયામાં ૫ કરોડથી વધુ મતદારોને આવરી લેવામાં આવ્‍યા છે. પરંતુ ૨૦૦૨ની મતદાર યાદી પ્રમાણે એવા કેટલાક મતદારો હશે, જેમના નામ બે જગ્‍યાએ ચાલતા હશે. તેથી આવી ખામીઓ દૂર કરવા માટે SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધવા જેવી વાત એ છે કે, મતદારયાદીમાં બે જગ્‍યાએ નામ રાખવું તે ૧ વર્ષ સુધીની કેદને પાત્ર છે

Related posts

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

Ahmedabad Samay

બ્રિટન: એક ગ્રાહક માત્ર બે ટામેટાં અને બે કાકડી જ ખરીદી શકશે, શાકભાજી પર લાગી લિમિટ

Ahmedabad Samay

અમદાવાદ – ગંદકી, સ્ટ્રીટલાઈટ, સુવિધાઓનું વિસ્તરણ, વિધવા સહાય અને વૃદ્ધ પેંશન વિષયક ૨૩ જેટલા પ્રશ્નો મુદ્દે ચર્ચા બાદ નિરાકરણ

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક પરથી હિતેન્દ્રભાઇ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

કિંજલ દવેની પાંચ વર્ષની સગાઇ અને લાંબા સમય સુધી ચાલેલા પ્રેમનો થયો અંત, કિંજલની સગાઇ તૂટતા પરિવાર અને ફેનને લાગ્યો ઝટકો

Ahmedabad Samay

અમદાવાદથી કેવડીયા વચ્ચેની સી- પ્લેન સેવા દિવાળી પૂર્વે ફરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો