May 15, 2026
પોલીસ
ગુજરાત

પોલીસ ભરતી બોર્ડે ૧૩,૫૯૧ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે રાજ્યના યુવાનોની આતુરતાનો અંત લાવતા પીએસઆઈ અને લોકરક્ષક દળ (એલઆરડી) સંવર્ગની કુલ ૧૩,૫૯૧ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. લાંબા સમયથી પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ મોટા સમાચાર છે. ઉમેદવારો આગામી ૩ ડિસેમ્બરના રોજ બપોરે ૨ વાગ્યાથી ૨૩ ડિસેમ્બર સુધી ઓજસ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.
ભરતી અંગેની સંપૂર્ણ વિગત
ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ મેગા ભરતી અભિયાન અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઈ) કેડર અને લોકરક્ષક દળ (એલઆરડી) કેડર બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો:
ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેનું વર્ગીકરણ નીચે મુજબ છે:

૧. પીએસઆઈ કેડર (PSI Cadre) – કુલ ૮૫૮ જગ્યાઓ:
2.
* બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: ૬૫૯

* હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: ૧૨૯

* જેલર ગ્રુપ-૨: ૭૦

૨. લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) – કુલ ૧૨,૭૩૩ જગ્યાઓ:
૩.
* બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: ૬૯૪૨
* હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: ૨૪૫૮
* હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ – SRPF): ૩૦૦૨
* જેલ સિપાહી (પુરુષ): ૩૦૦
* જેલ સિપાહી (મહિલા / મેટ્રન): ૩૧

અરજી ક્યારે અને કેવી રીતે કરવી?
આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
* અરજી શરૂ થવાની તારીખ: ૩/૧૨/૨૦૨૫ (બપોરે ૨:૦૦ વાગ્યાથી)
* અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૩/૧૨/૨૦૨૫ (રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી)
ઉમેદવારોએ ઓનલાઇન અરજી કર્યા બાદ તેને ‘કન્ફર્મ’ કરીને પ્રિન્ટ પોતાની પાસે સાચવી રાખવાની રહેશે. ટપાલ કે રૂબરૂમાં મોકલેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
અગાઉની ભરતી અંગે ઉમેદવારોમાં અસંતોષ
એક તરફ નવી ભરતીની જાહેરાતથી ખુશીનો માહોલ છે, તો બીજી તરફ અગાઉ લેવાયેલી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં કોન્સ્ટેબલ સંવર્ગના એલઆરડી અને પીએસઆઈનું મેરીટ લિસ્ટ કે ટ્રેનિંગ અંગેની જાહેરાત કરવામાં આવી નથી. ભરતી બોર્ડની ધીમી ગતિને કારણે ઉમેદવારોમાં થોડી મૂંઝવણ અને ઉત્સાહમાં કમી પણ જોવા મળી રહી છે. જોકે, આ નવી જાહેરાતથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હજારો યુવાનોને નવી આશા મળી છે.

Related posts

રાજકોટ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ કોમ્પિટિશનમાં કરણસિંહ ખેંગારે અને અમિત યાદવ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

ભાજપે સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે

Ahmedabad Samay

અન્ય રાજ્ય માંથી આવતા લોકોનો છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ નેગેટિવ હોય તેઓને જ પ્રવેશ અપાશે

Ahmedabad Samay

કોન્સ્ટેબલ સુનિતા યાદવ સોશિયલ મીડિયા પર ચર્ચામાં

Ahmedabad Samay

તપોવન ખાતે ગ્લેશિયરમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ, બચાવ, રાહત  માટે પ્રબંધ કરાયું

Ahmedabad Samay

મેઘાણીનગરમાં પોસ્ટર ફાળવાની સામન્ય બાબતેને લઇ યુવકને મોતને ઘાટ ઉતાર્યો, મિત્રને બચાવવા જતા યુવકની થઇ હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો