August 7, 2026
ગુજરાત

એક તરફ જીગ્નેશ મેવાણી દારૂ બંધી પર આંદોલ ચલાવે ત્યારે સરકાર બીજી તરફ રાજય સરકાર દારૂબંધી હળવી કરવા રાજય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિર યોજી રહ્યા છે

એક જીગ્નેશ મેવાણી અને AAP બન્ને મળી દારૂ અને ડ્રગ્સ વિરુદ્ધ વિરોધ પ્રદશન કરી રહ્યા છે અને સભાઓ કરી રહ્યા છે જ્યારે  રાજય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં દારૂબંધી હળવી કરવાનો સૂર ઉઠયો છે. બે સિનિયર અધિકારીઓએ આ બાબતને સમર્થન આપ્‍યું છે.

અધિકારીઓના કહેવા પ્રમાણે ત્રણ દિવસની શિબિરના અંતિમ દિવસે એક જુનિયર કક્ષાના અધિકારી દ્વારા આડકતરી રીતે દારૂબંધી હળવી કરવાનુૅ સૂચન થયું હતું અને એ સમયે બેઠકમાં સ્‍તબ્‍ધતા છવાઇ ગઇ હતસ. અધિકારીના જણાવ્‍યા મુજબ એ અધિકારીએ એમ સમજાવવાનો પ્રયત્‍ન કર્યો હતો કે, આપણે ઇઝ ઓફ લિવિંગની વાતો કરીએ છીએ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વાતો કરીએ છીઅ તો ઇઝ ઓફ એન્‍જોયમેન્‍ટ શા માટે નહીં. જો આપણે ઇઝ ઓફ ઓફ એન્‍જોયમેન્‍ટ માટે પગલાં લઇએ તો રાજયમાં પ્રવાસન ક્ષેત્રને એનાથી મોટો લાભ થઇ શકે.

દારૂબંધી હળવી કરવા માટે આડકતરી રીતે થયુલું આ સૂચન અધિકારઇઓમાં અને શિબિરમાં ભારે ચર્ચાસ્‍પદ બન્‍યું છે. ભૂતકાળમાં રાજયના સિનિયર અધિકારોઓ દ્વારા પ્રવાસન ઉદ્યોગને વિસ્‍તારવા માટે દારૂબંધી હળવી કરવા એકથી વધુ વખત સૂચનો થઇ ચૂકયાં છે, જેની અહીં યાદ અપાવવી રીહ છે.

ખુદ રાજય સરકારે પણ બે વર્ષ પહેલા ગાંધીનગરની ગિફટસિટીમાં રોકાણને વેગ આપવા સ્‍થાનિક ધોરણે દારૂ પીવા માટે છૂટછાટો જાહેર કરેલી છે. ત્‍યારે ર૦૩૦માં અમદાવાદમાં રમાનારી કોમનવેલ્‍થ ગેમ્‍સના સંદર્ભમાં દારૂબંધી વધુ હળવી કરવા રાજય સરકાર ઉપરોકત ભલામણ પછી શું પગલાં લે છે તે જોવું રહ્યું.

Related posts

મંગળવારની આખી રાત 108 દોડતી રહી

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્‍તારમાં કળયુગના માતાપિતાએ પોતાની દીકરીને ૪૦ હજારમા વહેચી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં જાહેરમાં થઈ હત્યા, રીંકુ ઉર્ફે ટમાટરે જાહેરમાં કરી હત્યા

Ahmedabad Samay

નમો આર્મી ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા એમ્બ્યુલન્સ સેવા અને મિથાલિન બ્લુ ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરાયું 

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રે “ચા” નું વિતરણ કરવામાં આવ્યું.

Ahmedabad Samay

મુસાફરોની આ ભારે ભીડને (Crowd) ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો