અમદાવાદમાં કોરોના સંકટ વધતા રાજ્ય સરકાર દ્વારા શનિવાર થી રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવાર ૦૬ વાગ્યા સુધી કરફ્યુ કરવામાં આવ્યું છે તેવામાં કરફ્યુનું પુરે પૂરું સખ્ત પણે કરફ્યુ નું પાલન થાય તે માટે પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
કરફ્યુ હોવાના કારણે તમામ પ્રકારની દુકાનો અને ચા ની દુકાનો પણ બંધ છે તેવામાં અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રી સમયે ફરજ બજાવતા પોલીસ જવાનો ને ચા પીવડામાં આવી હતી અને તેમની આ નિષ્ઠાપૂર્વક અને કાબિલે તારીફ કાર્યને સન્માન ની નજરે જોતા પોલીસ જવાનોને ચા પીવડામાં આવી હતી.