September 22, 2026
અપરાધ

મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર પ્રેમ પ્રકરણમાં બની હત્યાની ઘટના

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે, જેના કારણે આ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં બે હત્યાની ઘટનાઓ નોંધાઈ છે.

ગઈકાલે મોડી રાતે મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર ચંદ્રશેખર તોમર નામના યુવકને અજાણ્યા શખસ દ્વારા પીઠના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ હત્યા પાછળ પ્રેમ સંબંધ જવાબદાર હોવાની શંકાના આધારે પોલીસે તપાસનો દોર શરૃ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, ચંદ્રશેખર તોમર સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે (૩૦મી નવેમ્બર) મોડી રાતે તે પોતાના મિત્ર સાથે ભાર્ગવ રોડ પર ચાલીને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક અજાણ્યો શખસ આવ્યો હતો અને પાછળથી તેની પીઠ પર છરીના ઘા ઝીંકીને તરત જ ફરાર થઈ ગયો હતો. છરીના હુમલાથી ચંદ્રશેખર લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.

ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રશેખરને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ પણ તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા.

સારવાર દરમિયાન ચંદ્રશેખરને મૃત જાહેર કર્યો હતો. આ પછી ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જોકે, પોલીસે પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા વ્યક્ત કરી છે અને તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Related posts

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

મોરબીના પીપળી નજીક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો, મૃતકના વાલીવારસની શોધખોળ

Ahmedabad Samay

પંચવટી પાંચ રસ્તા પાસે એક AMTS બસચાલકે કારને મારી ટક્કર, કાર ચાલકનો સદનસીબે આબાદ બચાવ

Ahmedabad Samay

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલના ઉપર ઓપરેશન સિંદૂર હુમલાઓમાં, ત્રણેય આતંકવાદી સંગઠનોના વડાઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યા

Ahmedabad Samay

મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર પથ્થરો અને ઇંડા વડે ઘાતક હુમલો

Ahmedabad Samay

બાયડના ડેમાઈ પુલ નીચે ઝાડી-ઝાંખરામાં વરલી-મટકાના જુગારનો પર્દાફાશ કરતી LCB, ત્રણ જુગારીઓને દબોચ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો