September 22, 2026
ગુજરાત

છાપરા ગ્રામપંચાયતે દારૂબંધીને લઈને અનોખો નિર્ણય કર્યો છે. ગામમાં કોઈપણ વ્યક્તિએ દારૂ ગાળવા કે દારૂ વેચવા પર પંચાયતે પ્રતિબંધ લગાવ્યો

તાલુકાની છાપરા ગ્રામપંચાયતે દારૂબંધીને લઈને અનોખો નિર્ણય કર્યો છે. ગામમાં કોઈપણ વ્યક્તિએ દારૂ ગાળવા કે દારૂ વેચવા પર પંચાયતે પ્રતિબંધ લગાવ્યો છે. જો કોઈ વ્યક્તિ દારૂ ગાળવાનું કે દારૂ વેચાણ કરતો ઝડપાશે તો પંચાયતની તમામ સેવાઓ તે વ્યક્તિ માટે બંધ કરવા માટે નિર્ણય કર્યો હતો. ગામમાં દારૂની ભઠ્ઠી પણ ઝડપાશે તો તેને પણ પંચાયત દ્વારા મળતી સેવાઓ બંધ કરી દેવાનો પણ નિર્ણય કર્યો છે.

બનાસકાંઠામાં છેલ્લા ઘણા દિવસથી દારૂ-ડ્રગ્સ સહિતની બદીને લઈને મામલો ગરમાયો છે. દારૂને લઈને રાજકીય પક્ષો પણ સામસામે આવ્યા છે. ત્યારે દારૂ જેવા મુદ્દાઓને લઈને ગામડાઓ પણ આ બદીને રોકવા માટે અલગ અલગ કડક નિયમો બનાવી રહ્યા છે. અત્યારે પાલનપુરની છાપરા ગ્રામપંચાયતમાં દારૂની બદી રોકવા માટે અનોખો નિર્ણય કર્યો છે.

દારૂના કારણે છાપરા ગામમાં અનેક લોકોના ઘર બરબાદ થયા છે અને યુવાનો દારૂના લતે ચડ્યા છે. ત્યારે હવે ગ્રામપંચાયત દ્વારા એક અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે, જે કોઈ વ્યક્તિ દારૂ પીશે તેને પંચાયતની સેવામાંથી બાકાત રાખવામાં આવશે. તેમજ ગામમાં કોઈ દારૂની ભઠ્ઠી પણ ચલાવતો હશે, તેને પણ ગ્રામપંચાયતની સેવાઓ આપવામાં નહીં આવે તેવો નિર્ણય ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવ્યો છે.

Related posts

કુબેરનગર કોર્પોરેશનમાં પાણીની પાઇપ ફાટતા પીવાના પાણી સમસ્યા સર્જાઈ

Ahmedabad Samay

ભારે વરસાદ વરસતાં ગુજરાતના ૧૪ ડેમો હાઇએલર્ટ પર

Ahmedabad Samay

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર સિન્ડિકેટના તમામ સભ્યોનું બેઠકમાંથી વોક આઉટ, આ છે કારણ!

Ahmedabad Samay

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે વહેલી સવારે પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું

Ahmedabad Samay

RTE બીજા રાઉન્ડમાં એડમિશન થી વનચિત રહેલા વિદ્યાર્થીઓને પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવી

Ahmedabad Samay

ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો