August 13, 2026
ગુજરાત

આરીતે ઘરે બેઠા જ SIR મોબાઈલ ફોન દ્વારા વર્ષ 2002-03ની સુધારેલી મતદાર યાદી સરળતાથી ડાઉનલોડ કરી શકશે

ગુજરાતમાં હાલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યના નાગરિકો માટે એક મોટી સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે રાજ્યના લોકો ઘરે બેઠા જ તેમના મોબાઈલ ફોન દ્વારા વર્ષ 2002-03ની સુધારેલી મતદાર યાદી સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.

ચૂંટણી પંચ દ્વારા 2002-03ના સમયગાળાની મતદાર યાદીઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. SIR અભિયાન હેઠળ નામો અને સરનામાં અપડેટ કરવામાં આવ્યા છે. હવે મતદારો ઘરે બેઠા જ ચકાસી શકશે કે તેમનું નામ યાદીમાં છે કે નહીં. આ માટે તેમણે ક્યાંય જવાની જરૂર નથી, પરંતુ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ https://voters.eci.gov.in/ પરથી તેઓ વિગતો મેળવી શકે છે.

જો તમારે SIR ઈ-રોલમાં તમારું નામ તપાસવું હોય અથવા યાદી ડાઉનલોડ કરવી હોય, તો નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો:

સૌ પ્રથમ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ https://voters.eci.gov.in/ ની મુલાકાત લો.
ત્યાં ‘Services’ સેક્શનમાં જઈને ‘Search your name in last SIR’ વિકલ્પ પસંદ કરો.
અહીં તમને બે વિકલ્પો મળશે: ‘તમારા રાજ્ય દ્વારા’ અથવા ‘મતદાર વિગતો દ્વારા’.
વિકલ્પ 1: રાજ્ય દ્વારા સર્ચ

તમારું રાજ્ય પસંદ કરો.
તમારો જિલ્લો અને વિધાનસભા બેઠક (Assembly Constituency) પસંદ કરો.
ત્યારબાદ ‘Final Roll’ અથવા અંતિમ યાદી પર ક્લિક કરો.
કેપ્ચા કોડ દાખલ કરો.
આટલું કરતા જ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં એક PDF ફાઈલ ડાઉનલોડ થશે.
આ PDF ખોલીને પેજ નંબર 2 પર તમે તમારું કે તમારા સ્વજનોનું નામ ચકાસી શકો છો.
વિકલ્પ 2: મતદાર વિગતો દ્વારા સર્ચ

રાજ્ય અને જિલ્લો પસંદ કરો.
વિધાનસભા મતવિસ્તાર અને ભાગ નંબર (જો હોય તો) દાખલ કરો.
ત્યારબાદ વર્ષ 2002/2003 મુજબ મતદારનું પૂરું નામ લખો.
તમારા સંબંધીનું નામ (માતા/પિતા/પતિ) અને સંબંધનો પ્રકાર પસંદ કરો.
વર્ષ 2002/2003 મુજબની તમારી અંદાજિત ઉંમર પસંદ કરો.
વિભાગ (Section) નંબર અને નામ પસંદ કરી કેપ્ચા કોડ નાખો અને ‘Search’ પર ક્લિક કરો.
જો માહિતી મેચ થશે તો સિસ્ટમ તમને જે-તે યાદી બતાવશે, જેની PDF ડાઉનલોડ કરી શકાશે.
જો કોઈ નાગરિક SIR ઝુંબેશ હેઠળ પોતાની વિગતો સુધારવા કે ચકાસવા માંગતા હોય, તો મુખ્ય ચૂંટણી અધિકારીના નિર્દેશ મુજબ નીચેનામાંથી કોઈ એક દસ્તાવેજ રજૂ કરવો જરૂરી છે:

જન્મનું પ્રમાણપત્ર
રહેઠાણનું પ્રમાણપત્ર
પાસપોર્ટ અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
આધાર કાર્ડ અથવા પાન કાર્ડ
જમીન કે મકાન ફાળવણીનું પ્રમાણપત્ર
સરકારી કર્મચારી અથવા પેન્શનરનું ઓળખ કાર્ડ
જાતિનું પ્રમાણપત્ર (SC/ST/OBC)
ફેમિલી રજીસ્ટર અથવા સ્થાનિક સંસ્થાનું પ્રમાણપત્ર
જો ઓનલાઈન તપાસ કરતા તમને મતદાર યાદીમાં તમારું નામ ન મળે અથવા કોઈ વિગત ખોટી જણાય, તો ગભરાવાની જરૂર નથી. તમે તાત્કાલિક તમારા વિસ્તારના બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરી શકો છો. BLO ઓફિસે જઈને સુધારા માટેનું ફોર્મ ભરી, જરૂરી ઓળખ પુરાવા અને રહેઠાણના પુરાવા સબમિટ કરીને તમારી વિગતો અપડેટ કરાવી શકો છો

Related posts

પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદ- ચાંદલોડીયામાં નવું ફાયર સ્ટેશન, નવા સ્ટાફ ક્વાર્ટર બનશે, 1007 લાખથી વધુના કામને એએમસીની મંજૂરી

Ahmedabad Samay

અમદાવાદ – આંખ આવવાના કેસોમાં વધારો, સિવિલમાં જ રોજના 298 કેસો, અર્બન હેલ્થ સેન્ટર પર 1600

Ahmedabad Samay

યુદ્ધ વચ્‍ચે lpg ગેસના જથ્‍થા સાથે ગઈકાલે એક જહાજ કચ્‍છના મુન્‍દ્રા પોર્ટ પર પહોંચ્‍યું

Ahmedabad Samay

AMC દ્વારા 8 જેટલી મિલકતોમાં ફાયર NOCને લઈને બેદરકારી સામે આવતા સીલ કરાઇ છે.૪ સિનેમા, ૨ હોસ્પિટલ અને ૨ ફૂડ કોર્ટ સીલ કર્યા

Ahmedabad Samay

દેશમાં કોરોના થી મૃત્યુ દરમાં અમદાવાદ સૌથી મોખરે, કોરોના થી અમદાવાદમાં સૌથી વધુ ડેથ,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો