September 21, 2026
ગુજરાતદેશ

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

DTH ઓપરેટર ટાટાસ્કાય અને એરટેલ ડિજિટલ ટીવીના લોકડાઉનમાં ઓફર કરવામાં આવતી ફ્રી સર્વિસને બંધ કરવામાં આવી છે. લોકડાઉનમાં યૂઝર્સને કંટાળો ના આવે તેમાટે ટાટાસ્કાયએ ૧૦ ઈન્ટરએકિટવ સર્વિસ ચેનલ ની શરૂઆત કરી હતી. આ સર્વિસિઝ માટે યૂઝર્સને કોઈ ચાર્જ આપવો પડતો નહતો. આ પ્રકારે એરટેલે પણ યૂઝર્સને કોઈપણ એકસ્ટ્રા ચાર્જ વિના ૩ ફ્રી સર્વિસ ઓફર કરી હતી.લોકડાઉનની શરૂઆતમાં ટાટા સ્કાય અને એરટેલએ કહ્યું હતું કે આ ફ્રી સર્વિસ લોકડાઉન ખતમ થાય ત્યાં સુધી ઉપલબ્ધ રહેશે. પરંતુ સરકારે હવે તારીખ ૧૭ મે સુધીનું લોકડાઉન લંબાવવા ના કારણે હવે યૂઝર્સને ફ્રી સર્વિસ મળવાની બંધ થઈ ગઈ છે.

ટાટા સ્કાયએ પોતાના યૂઝર્સને ફ્રી સર્વિસ ખતમ થવાની સૂચના આપવાની શરૂઆત કરી દીધી છે. ટાટા સ્કાય કંપની લોકડાઉન દરમિયાન યૂઝર્સને ડાન્સ સ્ટુડિયો, ટાટા સ્કાય ફન લર્ન, સ્માર્ટ મેનેજર, વેદિક મેથ્સ, કૂકિંગ, કલાસરૂમ, બ્યૂટી અને ટાટા સ્કાય ફિટનેસ ચેનલ ફ્રીમાં ઓફર કરી રહી હતી.હવે આ ચેનલ્સ દેખવા માટે યૂઝર્સે પૈસા આપવા પડશે.

એરટેલે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ત્રણ ફ્રી સર્વિસની શરૂઆત કરી હતી. જેમાં યૂઝર્સને ૩ સર્વિસ ચેનલ આપકી રસોઈ, એરટેલ સિનિયર્સ ટીવી અને લેટ્સ ડાન્સનો ફ્રીમાં આપવામાં આવી રહી હતી. પણ, કંપનીએ સોમવાર થી આ સર્વિસ ચેનલનો ફ્રી વપરાશ બંધ કરવામાં આવ્યો છે.

Related posts

અમદાવાદમાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

Ahmedabad Samay

જે. પી. નડ્ડા અને રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહની હાજરીમાં સોનમ વાંગચુકે ઉપવાસના પારણા કર્યા

Ahmedabad Samay

આજે રાત્રે ૧૨ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો

Ahmedabad Samay

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક, માવઠાથી થયેલા ખેતીના નુકશાન મામલે સહાય પેકેજ થઈ શકે છે જાહેર

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે 27 કરોડના ખર્ચે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ થવાની તૈયારી

Ahmedabad Samay

જમ્મુમાં સુરક્ષાદળને મોટી સફળતા, હિજબુલના મોટા કામન્ડરનો કર્યો ખાતમો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો