July 22, 2026
પોલીસ
ગુજરાત

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં વહીવટી પારદર્શિતા અને જાહેર હિતને ધ્યાને રાખીને મોટા પાયે આંતરિક ફેરફારો કરાયા

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં વહીવટી પારદર્શિતા અને જાહેર હિતને ધ્યાને રાખીને મોટા પાયે આંતરિક ફેરફારો કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશો અનુસાર, શહેરમાં ફરજ બજાવતા ૨૭ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય પોલીસ વડાના વિવિધ હુકમો અન્વયે અમદાવાદ ખાતે હાજર થયેલા ૮ નવા પોલીસ ઇન્સ્પેક્ટરોને, જેઓ અત્યાર સુધી કંટ્રોલરૂમ લીવ રિઝર્વમાં હતા, તેઓને પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો અને મહત્વની શાખાઓમાં નિમણૂંક આપી દેવામાં આવી છે.
નવા નિમણૂંક પામેલા ૮ પોલીસ ઇન્સ્પેક્ટરોની વિગત:
પોલીસ કમિશનર કચેરીના આદેશ મુજબ, કંટ્રોલરૂમ લીવ રિઝર્વમાંથી લાખાભાઈ ગોબરભાઈ નકુમને E.O.W. માં નિમણૂંક અપાઈ છે. રાણા આશાભાઈ ભોજાણીને S.O.G. માં અને દર્શકકુમાર બાબુભાઈ મજીઠીયાને કંટ્રોલરૂમમાં મૂકવામાં આવ્યા છે. શ્રીમતી સલમા ઈબ્રાહીમભાઈ સુમરાને આઇ-ટ્રાફિકની જવાબદારી સોંપાઈ છે. સંજય કાળાભાઈ કરમટાને વેજલપુર-II માં, મહેશકુમાર વીરજીભાઈ પટેલને સાયબર ક્રાઇમમાં, નિખિલકુમાર રમેશભાઈ બ્રહ્મભટ્ટને ક્રાઇમ બ્રાન્ચમાં અને ઝમીરૂદ્દીન ઇલ્લુદ્દીન શેખને સાયબર ક્રાઇમમાં નવી નિમણૂંક આપવામાં આવી છે.

૨૭ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીની વિગત:
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે થયેલી બદલીઓમાં આર.જી.સિંધુને EOW થી વસ્ત્રાપુર, એલ.એલ.ચાવડાને વસ્ત્રાપુર થી સરખેજ, અને એસ.એ.ગોહિલ (શક્તિસિંહ અજીતસિંહ ગોહિલ) ને સરખેજ થી સરદારનગર ખાતે બદલવામાં આવ્યા છે. એમ.ડી.ચંપાવતને સરદારનગર થી નવરંગપુરા, કે.એ.ગઢવીને નવરંગપુરા થી નારોલ, અને પી.સી.દેસાઈને નારોલ થી ફરી EOW માં મૂકાયા છે.
વી.એચ.જોષીને SOG થી કૃષ્ણનગર, જે.કે.મકવાણાને ક્રાઈમ બ્રાન્ચ થી ચાંદખેડા-I, અને વી.એન.ચૌધરીને EOW થી શહેરકોટડા ખાતે બદલી અપાઈ છે. આર.એસ.પરમારને વેજલપુર-II થી આનંદનગર, કે.પી.જાડેજાને માધવપુરા થી EOW, અને સી.રાણાને રીડર ટુ જે.સી.પી. ટ્રાફીક થી માધવપુરા ખાતે મોકલવામાં આવ્યા છે. એ.વાય.પટેલને એચ-ટ્રાફીક થી રીડર ટુ જે.સી.પી.ટ્રાફીક, એચ.વી.ધન્ધુકીયાને ગા’હવેલી-II થી એચ-ટ્રાફીક, અને ટી.આર.ગઢવીને શાહીબાગ-II થી ગા’હવેલી-II માં નિયુક્ત કર્યા છે.

મહિલા અધિકારીઓમાં શ્રીમતી એમ.એ.આંબલીયાને સાબરમતી રીવરફ્રન્ટ (પૂર્વ) થી કંટ્રોલ રૂમમાં, જ્યારે એ.એમ.દેસાઈને કંટ્રોલ રૂમ થી સાબરમતી રીવરફ્રન્ટ (પૂર્વ) માં મૂકાયા છે. શ્રીમતી એમ.એ.સિંઘને સાબરમતી રીવરફ્રન્ટ (પશ્ચિમ) થી ક્રાઈમ બ્રાન્ચમાં અને શ્રીમતી જી.એમ.ચૌધરીને નવરંગપુરા-II થી સાબરમતી રીવરફ્રન્ટ (પશ્ચિમ) માં બદલી અપાઈ છે.
અન્ય બદલીઓમાં એચ.એ.પટેલને દાણીલીમડા થી કંટ્રોલ રૂમ, સી.ટી.દેસાઈને સાયબર ક્રાઈમ થી દાણીલીમડા, એસ.એન.પટેલને જે-ટ્રાફીક થી સાયબર ક્રાઈમ, અને એસ.બી.ચૌધરીને કંટ્રોલ રૂમ થી જે-ટ્રાફીક ખાતે મોકલાયા છે. શ્રીમતી એ.એમ.ઠાકોરને બી-ટ્રાફીક થી વિશેષ શાખામાં, જ્યારે જે.એચ.ચૌધરીને વિશેષ શાખા થી બી-ટ્રાફીક માં મૂકાયા છે. છેલ્લે, આર.જી.દેસાઈને દરીયાપુર થી કંટ્રોલ રૂમ અને કે.ડી.જાટને કંટ્રોલ રૂમ થી દરીયાપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

પોલીસ કમિશનર દ્વારા આદેશ અપાયો છે કે તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમની નવી જગ્યા પર હાજર કરવાના રહેશે અને તે અંગેનો રિપોર્ટ કચેરીએ સુપરત કરવાનો રહેશે.

Related posts

૨૮ સપ્ટેમ્બરના રોજ જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે NABH દ્વારા માન્યતા પ્રાપ્ત

Ahmedabad Samay

એકતા એજ લક્ષ સંગઠન દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી કરવા બાબતે અમદાવાદ કલેટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

રાજ્‍યભરના ગરબા સંચાલકોનો કોન્‍ટેક્‍ટ કરી ગરબા સાથે મહિલા પોલીસની સી ટીમ દ્વારા આવી સેલ્‍ફ ટ્રેનિંગ આપવામાં આવશે.                 

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ પરિવર્તન એનજીઓ અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચઆઇવી પોઝિટિવ બાળકો માટે પ્રોગ્રામ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ લદાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો