August 8, 2026
Other

ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો

અમદાવાદ શહેરના ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે..ઓવરબ્રિજના બાકીના બે સ્પાન તોડવાની કામગીરીમાં વિલંબ થતા આસપાસના દુકાનદારો અને વેપારીઓએ આજે બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે.

વેપારીઓનો આક્ષેપ છે કે બ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબના કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધી છે અને દિવસ રાત બ્રિજના કાટમાળમાંથી ધૂળ ઉડે છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજ તોડવાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારની આડાશ કરી નથી. બ્રિજના કાટમાળથી ઉડતી ધૂળ સુધી લોકો સુધી પહોંચે છે. વેપારીઓની માગણી છે કે ઝડપથી બ્રિજ તોડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે.

Related posts

અમદાવાદ સમય તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

26 મી જાન્યુઆરી 2026 , પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત GISFS કચેરી ખાતે ધ્વજવંદન કરાયું

Ahmedabad Samay

ખુશ રહેવાની ફોર્મ્યુલા

Ahmedabad Samay

વિચારવા જેવી વાત ઇલેક્શન સંપૂર્ણ થતાંજ કોરોનામાં વધારો, નવા ૦૩ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

Ahmedabad Samay

સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ અને અટલ સ્મૃતિ વર્ષ નિમિત્તે મેઘાણીનગર શાળા નં -૪ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

Ahmedabad Samay

તરુણ શર્માને બજરંગ દળ હિંદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો