September 21, 2026
ગુજરાત

ગુજરાત પોલીસને ગેસ પ્રશ્ને કોઈ જાતની ક્‍યાંય ગેરરીતિ કે. કાળાબજાર ન થાય તે માટે કડક સૂચના આપી 

પ્રવર્તમાન યુદ્ધની પરિસ્‍થિતિ અંતર્ગત ગેસ તંગીની જે અફવાઓ ચાલી રહી છે, તે મામલે કોઈ ચિંતા ન કરવા અને આખી ગુજરાત પોલીસને ગેસ પ્રશ્ને કોઈ જાતની ક્‍યાંય ગેરરીતિ કે. કાળાબજાર ન થાય તે માટે કડક સૂચના આપી

દરમિયાન પોતાની આગવી પરંપરા મુજબ  પ્રશ્નોના મૂળમાં જવા માટે જાણીતા મુખ્‍ય પોલીસ વડા ડો. કે. એલ એન. રાવ સુરત રિજિયોનલ કોન્‍ફરન્‍સ માટે સુરત પહોંચ્‍યા હતા. સુરતનો ખૂબ મોટો અનુભવ ધરાવતા આ ips સુરત આવતા ડાયમંડ ઈન્‍ડસ્‍ટ્રીઝ, ચેમ્‍બર ઓફ કોમર્સ, સહિતની વિવિધ સંસ્‍થાઓ, આ ઉપરાંત હજારો અંગદાન કરાવનાર અને દેશભરમાં જાણીતા નિલેશ મંડળીવાલા, વનિતા વિશ્રામ યુનિ.વિવિધ સંતો મહંતો વિગેરે દ્વારા ભાવભર્યું નિમંત્રણ આપી સન્‍માન કરવામાં આવેલ. સુરતના ડાયમંડ ઈન્‍ડસ્‍ટ્રીઝનો અભ્‍યાસ કરી, અભ્‍યાસ પૂર્ણ પુસ્‍તક બહાર પાડી IIM ના અભ્‍યાસક્રમ સુધી પહોંચાડનાર જાણીતા શિક્ષણવિદ અને ડીન ડો.ઇન્‍દુ રાવને વિશેષ નિમંત્રણ આપી તેમનું પણ તમામ ઉદ્યોગ, વ્‍યાપારી જગત, યુનિવર્સિટી વિગેરે સ્‍થળે ફરીથી બહુમાન કરેલ.

જેલ મુલાકાત સહિત સંખ્‍યાબંધ સ્‍થળોની મુલાકાત લેનાર ડો કે એલ.એન.રાવે સુરત શહેર અને સાઉથ ગુજરાતની પરિસ્‍થિત અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત,   આઇજી પ્રેમવીરસિંહ સહિતના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી, ડો રાવે નિવૃત પોલીસ અધિકારીઓ સાથે વ્‍યસ્‍ત શેફયૂલ છતાં મુલાકાત લેવા સાથે તેમના પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપેલ.

Related posts

AIMIM પાર્ટીના ઓવૈસીનો અમદાવાદમાં ભવ્ય સ્વાગત

Ahmedabad Samay

બપોર સુધીમાં મતદાન રહ્યું મંદ

Ahmedabad Samay

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેસ્યા ફ્લેટમાં રતન ટાટાને બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી

Ahmedabad Samay

ખુશ્બૂ ગુજરાત કી – 12 વર્ષ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતની નવી જગ્યાઓનું કરશે પ્રમોશન

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા “પૃથ્વીરાજ” ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો