July 22, 2026
ગુજરાતરાજકારણ

ચૂંટણી પહેલાજ કેસરિયો રહેરાયો,રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે મતદાનની તારીખ આવે તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ વિજયી ગણેશ કરી દીધા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા રાજકીય ચિત્ર અત્યારથી જ સ્પષ્ટ થવા લાગ્યું છે. વિપક્ષી ઉમેદવારોના ફોર્મ રદ થવા અથવા ઉમેદવારી પાછી ખેંચાવાને કારણે અનેક બેઠકો પર ભાજપે લોઢાના ચણા ચાવ્યા વગર જ જીત મેળવી લીધી છે.
ભરૂચ અને ખેડામાં ભાજપનું ખાતું ખુલ્યું
જીતનો પ્રારંભ ભરૂચ જિલ્લાથી થયો છે, જ્યાં ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ-2 બેઠક પર ભાજપના ઉમેદવાર ચારુલ પટેલ સામે કોઈ હરીફ ન રહેતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ખેડા જિલ્લામાં પણ ભાજપનો વિજય રથ આગળ વધ્યો છે, જ્યાં પરસાતજ બેઠક પરથી રાયસંગભાઈ ગોહિલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ જીતથી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નવસારી અને પોરબંદરમાં ભાજપનો ‘ક્લીન સ્વીપ’
નવસારી જિલ્લામાં તો ભાજપે વિપક્ષના સૂપડા સાફ કરી દીધા હોય તેવી સ્થિતિ છે. અહીં દેવસર અને બિગરી જેવી મહત્વની જિલ્લા પંચાયત બેઠકો તેમજ ચીખલીની ઘેજ અને સમરોલી બેઠકો બિનહરીફ થઈ છે. ગણદેવી તાલુકા પંચાયતની 4 બેઠકો પર પણ ભાજપને કોઈ ટક્કર મળી નથી. બીજી તરફ, પોરબંદરમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. અહીં રાતીયા, ગોસા અને રોજીવાડા જેવી તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

વિપક્ષી નબળાઈ કે ભાજપની રણનીતિ?
રાજકીય વિશ્લેષકો આ બિનહરીફ જીતને ભાજપના મજબૂત સંગઠન અને માઈક્રો પ્લાનિંગનું પરિણામ માની રહ્યા છે. સામે પક્ષે કોંગ્રેસ અને આપ (AAP) જેવી પાર્ટીઓ ઉમેદવારો ઊભા રાખવામાં કે સંગઠનને મજબૂત કરવામાં નિષ્ફળ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

મતદાન પહેલા જ મળેલી આ ભવ્ય સફળતાથી ભાજપને આગામી મતદાન માટે માનસિક લીડ મળી ગઈ છે, જ્યારે વિપક્ષી છાવણીમાં હતાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે બાકીની બેઠકો પર મતદાનના દિવસે જનતા કોના પર કળશ ઢોળે છે!

Related posts

અમદાવાદ: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, એપ્રિલ-મેમાં ગરમીનો પારો આટલા ડિગ્રીએ પહોંચશે!

admin

અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રેલીમાં દેખાયા માસ્ક વગર

Ahmedabad Samay

અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા

Ahmedabad Samay

“સોનાની ચમચી લઈને જન્મેલા…”: દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

Ahmedabad Samay

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

Ahmedabad Samay

ખરાબ વાતાવરણના કારણે સતત પાંચમા દિવસે પણ ગિરનાર રોપ વે બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો