April 22, 2024
રાજકારણ

“સોનાની ચમચી લઈને જન્મેલા…”: દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સાવરકરવાળા નિવેદન પર વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દિવંગત હિન્દુત્વ વિચારક વીડી સાવરકર પર આપેલા નિવેદનોને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. ‘સાવરકર ગૌરવ યાત્રા’ કાર્યક્રમને સંબોધતા ફડણવીસે કહ્યું કે આ નેતા જનતાને જણાવી દે કે સાવરકરે જેલમાંથી અંગ્રેજ અધિકારીઓને પત્રો લખ્યા હતા, તે પોતાના માટે નહીં, પરંતુ સાથી કેદીઓ માટે.

રાહુલ ગાંધીએ ઘણી વખત આ નિવેદન આપ્યું છે કે તેઓ સાવરકર નથી અને તેમણે અંગ્રેજોની માફી માંગી હતી. જો કે ભાજપ સતત રાહુલ ગાંધી પર સાવરકર અંગેના નિવેદન બદલ પલટવાર કરતી રહે છે કે રાહુલ ગાંધી તેમના નિવેદન બદલ માફી માંગે. ભાજપ લાંબા સમયથી આ મુદ્દાને સંસદથી લઈને રોડ સુધી મુખ્ય રીતે ઉઠાવી રહ્યું છે.

કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતાં ફડણવીસે કહ્યું, “સાવરકર જ હતા જેમણે આંદામાન જેલમાંથી રત્નાગીરી પરત ફર્યા પછી સામાજિક સુધારા માટે ઘણી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. સાવરકરે કહ્યું હતું કે જ્યાં સુધી આપણે અસ્પૃશ્યતાને ખતમ નહીં કરીએ, ત્યાં સુધી ક્યારેય મહાન રાષ્ટ્ર બની શકશે નહીં. પરંતુ જે સોનાની ચમચી લઈને પેદા થયા છે, તેઓ તેમને માફીવીર કહે છે.”

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કે આઝાદી પછી, પશ્ચિમ બંગાળના એક સભ્ય દ્વારા સાવરકર માટે અભિનંદન પ્રસ્તાવ સંસદમાં લાવવામાં આવ્યો હતો અને કોંગ્રેસ પક્ષના એક વ્યક્તિ સિવાય બધાએ તેનો વિરોધ કર્યો હતો. ફડણવીસે સભાને કહ્યું, “તેમનું નામ ફિરોઝ ગાંધી હતું, જે રાહુલ ગાંધીના દાદા હતા.” રાહુલ ગાંધી પર વધુ પ્રહાર કરતા ફડણવીસે કહ્યું કે તમને આ દેશ વિશે કોઈ જાણકારી નથી અને ન તો તમને તેનો ઈતિહાસ ખબર છે. એટલા માટે તમે ન તો સાવરકર છો કે ન ગાંધી.

ફડણવીસે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા બદલ શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરે પર પણ પ્રહાર કરતા કહ્યું કે, “હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું કે શું રાહુલ ગાંધીએ સાવરકરનું અપમાન કરતી તેમની કોઈ ટ્વીટ ડિલીટ કરી છે? ઠાકરેએ પૂર્વ વડાપ્રધાનના અને રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીની તસ્વીર પર ફૂલ ચઢાવ્યા. પણ શું સોનિયા કે રાહુલ ગાંધીએ ક્યારેય સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે માટે આવું કર્યું છે?”

Related posts

અસારવાની વિશેષ વ્યક્તિત્વ દબંગ કાઉન્સિલર સુમન રાજપૂત સાથે ખાસ મુલાકાત

Ahmedabad Samay

લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા મામલે ઔવેસી અને ગિરિરાજસિંહ આમને સામને

Ahmedabad Samay

આંબેડકર આવાસ યોજનાના ૪૪ લાભાર્થીઓને કરાયું ચેકનું વિતરણ: ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ

Ahmedabad Samay

TMC એ પશ્ચિમ બંગાળતો તો જીતિલીઘું પણ, દીદી પોતે હારી ગયા

Ahmedabad Samay

અસારવા ના કોર્પોરેટર શ્રી બિપીન પટેલે ફેસબુક પર સંદેશ આપતો પોસ્ટ કર્યો.

Ahmedabad Samay

ભાજપ દ્વારા વિશ્વ રક્તદાન દિવસના રોજ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો