July 22, 2026
ગુજરાત

આ માસથી આમ નાગરિકો માટે LPG અને UPIના નવા નિયમો લાગુ પડશે, ફેરફારો દેશના નાગરિકોની જીવનશૈલી અને ખિસ્‍સા પર સીધી અસર છોડશે.

નવા મહિનાની શરૂઆત દેશના કરોડો નાગરિકો માટે ડિજિટલ અને આર્થિક સ્‍તરે મોટો બદલાવ લઈને આવી છે. હવેથી ડિજિટલ પેમેન્‍ટ કરનારા કરોડો સ્‍માર્ટફોન યુઝર્સને UPI ટ્રાન્‍ઝેક્‍શન દરમિયાન એક મજબૂત સુરક્ષા કવચ મળશે, જે ઓનલાઈન ફ્રોડ સામે રક્ષણ આપશે. આ સાથે જ, જેમની પાસે ઘરમાં પાઇપ્‍ડ નેચરલ ગેસ કનેક્‍શન છે, તેમણે હવે LPG સિલિન્‍ડરના નવા કડક નિયમોનું પાલન કરવું પડશે. સરકારે સોલાર ઉર્જા ક્ષેત્રે સ્‍વનિર્ભરતા વધારવા માટે વધુ કડક બનાવ્‍યા છે, જેથી હવે સરકારી યોજનાઓમાં માત્ર ગુણવત્તાયુક્‍ત અને માન્‍ય સોલાર પેનલ તેમજ સેલ્‍સનો જ ઉપયોગ થઈ શકશે.

બીજી તરફ, વાહનચાલકો અને હવાઈ મુસાફરો માટે પણ કેન્‍દ્ર સરકાર તરફથી એક મહત્‍વપૂર્ણ સમાચાર આવ્‍યા છે. સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફયુઅલ પરની નિકાસ ડ્‍યુટીમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેમાં ડીઝલ પર રૂ.૧૩.૫ અને પેટ્રોલ પર રૂ.૧.૫ પ્રતિ લીટર નિકાસ ડ્‍યુટી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, રેલવે પ્રવાસીઓ માટે પણ આજનો દિવસ ખાસ છે કારણ કે ચેન્નાઈ સબર્બન નેટવર્ક સહિત દેશભરની ૨૦૦થી વધુ ટ્રેનોના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્‍યો છે. જો તમે પણ આગામી દિવસોમાં ટ્રેન મુસાફરીનું પ્‍લાનિંગ કરી રહ્યા છો, તો રેલવે એપ્‍લિકેશન પર નવો ટાઈમ ટેબલ ચેક કરવો અનિવાર્ય બનશે.

નાણાકીય વ્‍યવહારો અને બેંકિંગ ક્ષેત્રે સામાન્‍ય લોકોને એક મોટી રાહત આપતા સરકારે નિયમોમાં થોડી ઢીલ આપી છે. હવે બેંકોમાં રૂ.૫૦,૦૦૦ સુધીની રોકડ રકમ જમા કરાવવા માટે પાન કાર્ડ આપવાની અનિવાર્યતામાં મોટી છૂટછાટ આપવામાં આવી છે, જેનાથી નાના વેપારીઓ અને ગળહિણીઓને મોટી રાહત મળશે. જો કે, જે લોકો પ્રોપર્ટીની ખરીદી કરી રહ્યા છે અથવા રૂ.૨૦ લાખથી વધુના મોટા નાણાકીય ટ્રાન્‍ઝેક્‍શન કરે છે, તેમના માટે હજુ પણ પાન કાર્ડ સબમિટ કરવું એટલું જ ફરજિયાત રહેશે. એકંદરે, ૧ જૂનથી અમલી બનેલા આ ફેરફારો દેશના નાગરિકોની જીવનશૈલી અને ખિસ્‍સા પર સીધી અસર છોડશે.

Related posts

પુનમચંદ વણઝારાને ભારે માત્રામાં સમર્થન, ફુલહારથી કરાયું સ્વાગત

Ahmedabad Samay

અમદાવાદના કાલુપુરમાં યુવતીની છેડતી

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ફરી કોરોના મહામારીનો પગ પસેરો! એક જ દિવસમાં ત્રણ સંક્રમિત દર્દીનાં મોત, જાણો રાજ્યમાં કેવી છે સ્થિતિ?

admin

અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ પણ સોસાયટીઓમાં પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન

Ahmedabad Samay

RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફટમાં કામ કરશે

Ahmedabad Samay

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી દ્વારા યુવા બાબતો અને રમત મંત્રાલયના સહયોગ સાથે યુવા એજન્ડાનું અનાવરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો