September 12, 2026
ગુજરાત

વરસાદના ધસમસતા પાણી સોસાયટીના બેઝમેન્‍ટ પાર્કિગમાં ઘૂસી જતાં પાર્ક કરેલા વાહનોની કારમી દશા થઈ

અમદાવાદ તા.૨૭: શહેરમાં પડેલા ભારે વરસાદે ઠેર-ઠેર તારાજી સર્જી છે, ત્‍યારે જોધપુર વોર્ડમાં આવેલા ‘અર્થ-૧૨ એલિગન્‍સ’ સોસાયટીમાંથી ગંભીર નુકસાનના દ્રશ્યો સામે આવ્‍યા છે. વરસાદના ધસમસતા પાણી સોસાયટીના બેઝમેન્‍ટ પાર્કિગમાં ઘૂસી જતાં પાર્ક કરેલા વાહનોની કારમી દશા થઈ છે. બેઝમેન્‍ટમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાઈ જવાથી કરોડો રૂપિયાની મોંઘીદાટ ગાડીઓ એકબીજા સાથે અથડાઈને રમકડાંની જેમ તણાઈ હતી અને ગાડીઓના ઢગલા થઈ ગયા હતા.

ભારે વરસાદના પગલે જોધપુર વિસ્‍તારમાં આવેલા ‘અર્થ-૧૨ એલિગન્‍સ’ કોમ્‍પ્‍લેક્‍સના બેઝમેન્‍ટમાં જોતજોતામાં જળબંબાકારની સ્‍થિતિ સર્જાઈ હતી. બેઝમેન્‍ટમાં પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે સ્‍થાનિક રહીશો પોતાના વાહનો સલામત સ્‍થળે ખસેડે તે પહેલાં જ સમગ્ર પાર્કિગ જળમગ્ન થઈ ગયું હતું. પાણીના ભારે પ્રવાહને કારણે પાર્કિગમાં મૂકેલી લક્‍ઝુરિયસ ગાડીઓ તરવા લાગી હતી અને એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં ગાડીઓનો મોટો ઢગલો થઈ ગયો હતો.

વરસાદી પાણી ઓસર્યા બાદ બેઝમેન્‍ટમાં જે દ્રશ્‍યો જોવા મળ્‍યા તે અત્‍યંત ભયાનક હતા. કરોડો રૂપિયાની કિમત ધરાવતી કિમતી ગાડીઓ કાદવ-કીચડથી લથબથ થઈને નકામી બની ગઈ હોય તેમ છિન્નભિન્ન હાલતમાં પડી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્‍થાનિક કાઉન્‍સિલર ભાગ્‍યેશ પટેલ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચ્‍યા હતા. તેમણે સ્‍થાનિક તંત્ર અને કર્મચારીઓ સાથે યોગ્‍ય સંકલન સાધીને બેઝમેન્‍ટમાંથી પમ્‍પિંગ દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી.

પાણીના નિકાલ બાદ પણ બેઝમેન્‍ટમાં ભરાયેલા કાદવ અને વાહનોને થયેલા ભારે નુકસાનના કારણે સોસાયટીના રહીશોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. અચાનક આવેલી આ હોનારતમાં રહીશોને લાખો-કરોડો રૂપિયાનું સીધું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્‍યો છે.

Related posts

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay

નિકોલ ખાતે રીએજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેમરી ટેકનીક વર્કશોપ નું આયોજન કરાયું

Ahmedabad Samay

ભાજપે સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે

Ahmedabad Samay

ચાંદખેડા વિસ્તારમાં આવેલ અથર્વ એજ્યુકેશન દ્વારા યોગા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

Ahmedabad Samay

અમદાવાદઃ બર્થ સર્ટિફિકેટમાં ખાલી રાખવાની રહેશે પિતાના નામની કોલમ, સિંગલ મધરે જીતી કાનૂની જંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો