June 22, 2026
ગુજરાતદેશ

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

જૂન મહિનામાં રથયાત્રા ના ઉત્સવ પછી પાંચ જુલાઇએ ગુરુ પૂર્ણિમાની આવે છે જેમાં હજારો ભકતો તેમના ગુરુના દર્શન કરીને દક્ષિણામાં મોંઘી  ભેટ સોગાદો આપતા હોય છે પરંતુ આ વખતે કોઈ પણ તહેવાર આવી રીતે ઉજવાય તેવું શકય નહીં.

૩ ઓગસ્ટે રક્ષાબંધન.

૧૧ ઓગસ્ટે જન્માષ્ટિમ.

૧૭ ઓગસ્ટે પારસીનું નવું વર્ષ.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ રોજી  વર્ષ દરમ્યાન ગણેશ ઉત્સવમાં મુર્તિકરો ને થતી હોય છે.

આ વર્ષે ગણપતિના મંડળ, મોટી મૂર્તિઓના જાહેર દર્શન અને  વિસર્જન અંગે પ્રતિકાત્મક જ પ્રયોજન હાથ ધરાય તેમ છે. ગણપતિની મૂર્તિ બનાવનાર  કારીગરો લોકડાઉન ના કારણે હાલ તેમના વતન પહોંચી ગયા છે. તેવી જ રીતે નવરાત્રિના  ગરબાનું આયોજન, કલાકારો, પાર્ટી પ્લોટ, ડેકોરેશનનું બુકિંગ જન્માષ્ટમી પછી તરત શરૂ થઇ જતું હોય છે. પ્રથમ નવરાત્રિ ૧૭ ઓકટોબરની છે. ૨૬  ઓકટોબરે દશેરા છે. નવ દિવસ ચાલતા આ તહેવાર જ હજારો નાગરિકો, ગરબા કરનારાઓને નજીકના સંપર્કમાં લાવે છે. અને કોરોનાને જોતા મોટા આયોજનો તો શકય જ નથી કે જયાં એક એક પ્લોટ કે કલબમાં સ્હેજે રૂ. ૫૦-૫૦ લાખના પ્લાન હોય છે. તે પછી દિવાળી ૧૪ નવેમ્બરે છે.

કોરાના માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવો પણ ભય વ્યકત કર્યો છે કે એક વખત નિયંત્રણમાં આવે તો પણ તેનો બીજો રાઉન્ડ આવી શકે છે. તે જોતા નવરાત્રિ, દિવાળી સુધીમાં ઝીરો કેસ હશે તો  પણ સરકાર કે નાગરિકો ચાન્સ નહીં લે. ઘણા તહેવાર ઉજવવા બે-ત્રણ મહિના પહેલા બુકિંગ આયોજન, પેમેન્ટ કરવું પડતું હોય છે. હાલ તો બીજા ત્રણ મહિના અનિર્ણાયક સ્થિતિ જ રહેવાની. તહેવારોમાં મીઠાઇ, રેસ્ટોરા, હોસ્પિટાલિટી, ડેકોરેશન, ગરબા, ફટાકડા, કપડાં, પ્રવાસો, ભેટ સોગાદ, ગેજેટસ, ઘરના રીનોવેશન તેમજ કાર, મકાનની ખરીદી થતી હોય છે જે બધા બિઝનેસને મોટો ફટકો પડશે. દિવાળી બાદ નાતાલ પણ સુની સુની રહેશે.

Related posts

ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

PI પરિક્ષા નું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સભ્યો મરાઠી પહેરવેશમાં પહોંચ્યા છાવા ફિલ્મ નિહાળવા

Ahmedabad Samay

નરોડામાં આવેલ મધુવન ગ્લોરી ફ્લેટ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યા યથાવત, જનતા થઇ ત્રાહિમામ

Ahmedabad Samay

સરકાર ૧૨ ધો. પરીક્ષા લેવાની ફિરાકમાં,જો ધો.૧૨ ની પરીક્ષા લેવાશે તો બાળકોમાં સંક્રમણ વધવાનો ખતરો રહેશે.

Ahmedabad Samay

દિલ્‍હી પોલીસે વિવિધ રાજ્‍યોમાંથી પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી, આંતકવાદીઓના મનસૂબા કર્યા નિષ્ફળ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો