બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે સ્કૂલો ખોલીને થોડા જ દિવસોમાં તેને બંધ કરી દેવાની ફરજ પડી હતી. હાલ ચાલી રહેલી બીજી વેવ જુન-જુલાઈ બાદ નબળી પડશે તેવું એકસપર્ટ્સ માની રહ્યા છે,
એક તરફ દસમા ધોરણમાં માસ પ્રમોશનની જાહેરાત બાદ અગિયારમા ધોરણમાં એડમિશનની તૈયારીઓ શરુ થઈ ગઈ છે, ત્યારે બારમા ધોરણની પરીક્ષાઓ અંગે નિર્ણય ના લેવાય ત્યાં સુધી કોલેજોમાં એડમિશનની પ્રોસેસ શરુ નહીં થઈ શકે.
સામાન્ય રીતે બારમા ધોરણની પરીક્ષા માર્ચના ત્રીજા વીક સુધીમાં પૂર્ણ થઈ જતી હોય છે. જોકે, આ વર્ષે સરકાર જો પરીક્ષા મોડી યોજે તો પણ તે કયારે યોજાશે, અને કયારે રિઝલ્ટ આવશે તે હાલ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. તેવામાં બારમા ધોરણ બાદ વિદેશ જનારા કે પછી આગળ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે હાલ અસમંજસભરી સ્થિતિનું નિર્માણ થયું છે