August 7, 2026
ગુજરાત

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું, મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે નિસર્ગ

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળી ગયુ છે. હવે આ વાવાઝોડુ ગુજરાત નહિં મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે. હવામાન વિભાગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં  આવી છે. રાજયમાં વાવાઝોડાને લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડુ આવતીકાલે ૩ જૂનના બુધવારે બપોરે રાયગઢ અને દમણ વચ્ચેથી વાવાઝોડુ  પસાર થઈ જશે.

હવામાન વિભાગ દ્વારા રાજયના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે ગુજરાતમાં ૧૦૦ થી ૧૨૦ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જયારે રાજયના તાપી, ડાંગ અને નર્મદામાં  ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે વાવાઝોડાની  સૌરાષ્ટ્રમાં જરા પણ અસર જોવા મળશે નહિં. સુરતથી ૯૦૦ કિ.મી. દૂર અરબ સાગરમાં ઉદ્દભવેલી ડિપ્રેશન સિસ્ટમ આગામી ૨૪ કલાકમાં સાઈકલોન સ્ટ્રોમ તરીકે વિકસીત થશે.

આ વાવાઝોડુ આજે દમણ અને મહારાષ્ટ્રના હરિહરેશ્વર રાયગઢ વચ્ચેથી પસાર થવાની શકયતા રહેલી છે. જેની અસર દક્ષિણ ગુજરાત પર  રહેશે. ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. સુરત જિલ્લામાં આવતીકાલે સાંજે ૭૦ કિ.મી.થી લઈને ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે માછીમારોને  તા.૪ જૂન સુધી દરીયો નહિં ખેડવા માટે સુચના આપવામાં આવી છે. જયારે ડુમસ, સુવાલી, ડભારીના દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

Related posts

ગીતાબા ચાવડા દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરાયું,સુંદર કાર્યભાર બદલ ભાસ્કર ભટ્ટ દ્વારા જનસંપર્ક કાર્ય ખાતે મુલાકાત કરાઇ

Ahmedabad Samay

ઓક્‍ટોબર મહિનામાં સાબરમતીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્‍લેન ચલાવવાની યોજના શરૂ થશે

Ahmedabad Samay

મેઘાણીનગર શાકમાર્કેટમાં ભાડું વસૂલી કરતા લોકોની તાનાશાહીનો મેઘાણીનગર પોલીસ દ્વારા આવ્યો અંત

Ahmedabad Samay

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની DySP તરીકે નિમણૂંક

Ahmedabad Samay

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદની નરોડા પોલીસે  BLO બનીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો