August 7, 2026
ગુજરાત

મેઘાણીનગર શાકમાર્કેટમાં ભાડું વસૂલી કરતા લોકોની તાનાશાહીનો મેઘાણીનગર પોલીસ દ્વારા આવ્યો અંત

મેઘાણીનગરમાં શાક માર્કેટ માં રહેતા રહેવાસીઓ અને શાકભાજી વેચનારા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય છે.

તેવામાં મેઘાણીનગરના શાકમાર્કેટ માં આવેલ ૧૨૨ બ્લોકમાં  પ્રદીપ મહંતપ્રતાપસિંહ ક્ષત્રિય અને મહંતપ્રતાપસિંહ ( ઉર્ફે : ઠાકુર સાહેબ ) નીચેના મકાનમાં રહે છે જેવોને તેમના ઘરના આગળના ભાગમાં શાકભાજી વેચાણ કરવા વાળાને શાકભાજી વેહચવા માટે ભાડે જગ્યા આપેલ છે જે બ્લોકના આવવા જવાના રસ્તા પર શાકભાજી વેહચતા હોવાથી બ્લોકના રહીશો ને અવર જવર કરવા માટે મુશ્કેલી વેઠી પડે છે, જેના કારણે પ્રદીપ અને તેના પરિવાર દ્વારા  શાકભાજી વાળાને ઉભા રાખવાના કારણે અવરજવર માટે રસ્તો બંધ થઇ જતા બોલા ચાલી થઈ હતી, જે દરમ્યાન ધવલભાઈ પર પ્રદીપે હાથચાલાકી કરતા બ્લોકના રહીશો એકત્રિત થઈ ગયા હતા અને મામલો બીચકતા પોલીસને આ અંગે જાણ કરાઇ હતી.

                                            પ્રદિપ અને તેના પરિવારે જાહેર માર્ગ પર પોતાનો હક્ક જમાવી શાકભાજીના વેચાણ કરનારા ને બેસાડીને પૈસા વસુલ કરે છે, તેમની આ લાલચ એટલી હદે વધી ગઇ હતી કે તેવો બ્લોકના અંદર અવર જવર કરવા વાળા માર્ગ ઉપર પણ કબજજો કરી શાકભાજી વેચવા બેસાડી ભાડું વસુલાત કરતા હતા,
આ સમસ્યા માથાનો દુખાવો બનતા આ બાબત મેઘાણીનગર પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી તમામ બ્લોકના રહીશો દ્વારા પ્રદીપ અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જેમાં .

https://youtube.com/channel/UCkcMYEGbSW60c-T21MqSIrg

આ બાબતે મેઘાણીનગર પોલીસ દ્વારા સમગ્ર ઘટના ને ધ્યાનમાં લઇ પ્રદીપ અને તેના પરિવાર ને સબક શીખવાડી તેમની આ ગેરવર્તન કામગીરીની તુરંત બંધ કરવા જણાવ્યું હતું અને બીજા દિવસે મેઘાણીનગર પોલીસ દ્વારા શાકમાર્કેટ ની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંની પરિસ્થિતિ જોતા તમામ શાકભાજી વિક્રેતાઓ ને રહીશોના ઘર આગળ અને વાંધાજનક રીતે દુર ઉભા રહેવા જણાવ્યું હતું ત્યાર બાદ મેઘાણીનગર શાકમાર્કેટમાં ખુબજ સુંદર સુધારો જોવા મળ્યો છે.
તમામ શાકભાજી વાળને બ્લોકના અવરજવર વાળા માર્ગ પરથી હટાવીને દૂર ઉભા રાખવામાં આવ્યા અને દરેક શાકભાજીની લારી વચ્ચે અંતર રાખી કોઈને અવરજવર માં નડતરરૂપ ન બને તેવી રીતે ઉભા રાખી ત્યાંના રહીશોમાં હાસ કારો અનુભવ્યો છે જ અને હાલ કોરોના ની ચાલી મહામારી થી પણ દૂર રહી શકાય તેવી સુંદર વ્યવસ્થા મેઘાણીનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે.

 

બ્લોક નંબર ૧૨૨ના રહીશો અને ધવલભાઈ  દ્વારા શાકભાજીનો વેપાર કરતાં અને પોતાના ઘર આગળ ઉભા રાખી ભાડું વસુલાત કરતા સમક્ષ કાર્યવાહી કરાવી મેઘાણીનગર શાકમાર્કેટમાં જે વર્ષોથી ન થઈ શક્યું એ કરી બતાવ્યું જેના પગલે માત્ર ૧૨૨ બ્લોકનબર જ નહીં પરંતુ આજુબાજુ ના બ્લોકના લોકોને પણ રાહત થઇ છે.

બ્લોક નંબર ૧૨૨ ના યુવાનો અને પોલીસની આ કામગીરી બદલ લોકોએ પોલીસનો અને યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે

Related posts

કાલે નેતાજીનો રિજલ્ટ થશે જાહેર. કાલે ખબર પડશે કોણ પાસ અને કોણ નાપાસ

Ahmedabad Samay

2005 પછી ના સફાઈ કર્મચારીઓની “જુની પેન્શન યોજના શરૂ કરવા નરોડાના ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાની ને આવેદન પત્ર અપાયું

Ahmedabad Samay

અમદાવાદ – રામોલ પોલીસે 37 લાખની કિંમતનું 376 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું

Ahmedabad Samay

નરોડામાં અનેક ચોરીનો ભેદ ઉકેલયો, બે શખ્સની અટકાયત

Ahmedabad Samay

એક મહિના સુધી સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવશે

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ, 25 ઓગષ્ટ સુધી ચાલશે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો