August 9, 2026
ગુજરાતદેશ

સટ્ટા બજારમાં નવો ટ્રેન્ડ, હવે કોરોના કેસ પર સટ્ટો

કોરોના વાયરસ હવે સટ્ટેબાજોનું નવો ફેવરિટ વિષય બની ગયો છે. લગભગ અડધા સટ્ટેબાજ માત્ર કોરોના પર સટ્ટો લગાવી રહ્યા છે. આ સાથે જ કોરોના પર કયા નેતા શું નિવેદન  આપશે. તેના પર પણ સટ્ટેબાજ ખૂબ જ સટ્ટો લગાવી રહ્યા છે. મોટાભાગની ગેમ્સ પ્રતિયોગિતા બંધ હોવાને કારણે સટ્ટેબાજ હવે નાની ગેમ્સ પર દાવ લગાવી  રહ્યા છે.

કોરોના પર સટ્ટો, આ નવો ટ્રેન્ડ સટ્ટેબાજોમાં ચાલી રહ્યો છે. કેટલીક ગેરકાયદેસર ગેમ્બલિંગ સાઈટ્સ આ અંગે સટ્ટો લગાવી રહી છે. તેમાં એક દિવસમાં કેટલા લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવશે તેના આંકડા પર સટ્ટો લગાવી રહ્યા છે. આ સાઈટ્સ પર દ્યણા બધા ઓપ્શન્સ પણ આપવામાં આવી રહ્યા  છે, જેમકે કોરોના વાયરસના આંકડા પર સટ્ટો લગાવી શકાય, તેમજ કોરોના વાયરસના દર્દીઓનો આંકડો અગાઉના દિવસ કરતા વધારે રહેશે કે ઓછો રહેશે વગેરે ઓપ્શન આપવામાં આવે છે.                                                  કોરોના વાયરસના લોકડાઉનના આ સમયમાં દુનિયાભરમાં સટ્ટાની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે. હાલના લોકડાઉનના આ સમયમાં સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા સહિતના વિવિધ દેશોમાં સટ્ટાની સંખ્યામાં રેગ્યુલર સમય કરતા પણ વધારો નોંધાયો  છે. આ અંગે મનોચિકિત્સકોનું કહેવું છે કે, લોકડાઉનના આ સમયમાં કોઈ દારૂડિયાને વ્હિસ્કીના મળે તો સસ્તો દારૂ પણ પી લે છે, તેમ સટ્ટેબાજો હાલ  બધી જ ગેમ્સ બંધ હોવાને કારણે કોરોના વાયરસ પર સટ્ટો લગાવી રહ્યા છે.

Related posts

26 & 27ઓગષ્ટે રક્ષાબંધન-2023′ પર્વ નિમિત્તે ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા અનોખી રીતે રક્ષાબંધન ઉજવાઇ

Ahmedabad Samay

ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો

Ahmedabad Samay

LPG પુરવઠા પર લાદવામાં આવેલા પ્રતિબંધો લગભગ સંપૂર્ણપણે હટાવી દીધા, ગ્રાહકો હવે પહેલાની જેમ LPGનો ઉપયોગ કરી શકશે.

Ahmedabad Samay

RRR ફિલ્મની ટીમ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે પહોંચ્યા. કેવડીયા ખાતે કોઈ ફિલ્મનું પ્રમોશન થયું

Ahmedabad Samay

પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા જેવા ધાર્મિક સ્થળ માટે ચાર્ટડ ફ્લાઇટ શરૂ કરાઇ

Ahmedabad Samay

શહેરના અગ્રણી ઔદ્યોગિક વિસ્તાર ગણાતા નરોડા GIDCમાં એક ફેક્ટરીમાં અચાનક લાગી ભીષણ આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો