‘સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા 26 & 27 ઑગષ્ટ, 2023 (શનિવાર & રવિવાર) ના રોજ ‘રક્ષાબંધન-2023’ પર્વ નિમિત્તે ઉજવણી કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન, કૃષ્ણનગર પોલીસ સ્ટેશન, નિકોલ પોલીસ સ્ટેશન, ઓઢવ પોલીસ સ્ટેશન, રામોલ પોલીસ સ્ટેશન, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન એમ અમદાવાદ શહેરના ઘણા પોલીસ સ્ટેશનોમાં પોલીસ-મહિલા કર્મચારીઓ સાથે અને શહેરના ઘણા બધા પ્રતિષ્ઠિત AMC મહિલા કોર્પોરેટરો (BJP) તેમજ મહિલા સામાજિક કાર્યકર્તાઓ સાથે રક્ષાબંધન પર્વ ઉજવણી કાર્યક્રમ મનાવવામાં આવ્યો હતો.
જેમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે “એક ભાઈ દ્વારા એક બહેનને રક્ષાસૂત્ર (રક્ષાપોટલી) બાંઘીને એક અનોખી રીતે રક્ષાબંધન પર્વ ઉજવવમાં આવ્યો.”
ઉપરાંત વર્કિંગ વુમનને પોતાના ઘરની જવાબદારી સાથે દેશના GDPમાં યોગદાન આપવા બદલ સર્ટિફિકેટથી પણ બહુમાન-સન્માનિત કરવામાં આવ્યા હતા,
‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થાના આ “અનોખો રક્ષાબંધન કાર્યક્રમ” કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ-સમાજમાં દરેક વર્ગમાં એકબીજા સાથે સૌહાદપૂર્ણ અને સમાનતાનું બંધન જળવાઈ રહે તે હેતુસરનો હતો.
આ કાર્યક્રમમાં સંસ્થાના ઘણા બધા સ્વયં-સેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રક્ષાબંધન કાર્યક્રમમાં તમામ બહેનો તરફથી અભૂતપૂર્વ સાથ-સહકાર મળ્યો હતો તે બદલ સંસ્થા દ્વારા તેમનો હૃદયથી આભાર માન્યો હતો.