ચોટીલામાં રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલ મામલે આજે કોર્ટે સુનાવણી દરમિયાન આ અરજીને ફગાવી દીધી છે. આઉટડેટેડ ટેકનોલોજીવાળા રોપવેને મંજૂરી મામલે પણ અરદારે અગાઉ કરાયેલી અરજીમાં ઉલ્લેખ કરરતા રજૂઆત કરી હતી. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી.
- ચોટીલા રોપ વે મામલે ગુજરાત રાઈકોર્ટમાં સુનાવણી
- ગુજરાત હાઈકોર્ટે અરજદારની તમામ અરજીઓ ફગાવી
- રોક લગાવવાની માગ સાથેની અરજી ફગાવી
- ચોટીલામાં રોપ વે પ્રોજેક્ટનો માર્ગ મોકળો
ચોટીલા રોપ વે મામલે ગુજરાત રાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે અરજદારની તમામ અરજીઓ ફગાવી દીધી હતી. રોપ વેનું કામ આપનાપને કોઈ અનુભવ ન હોવાની અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રોપ વે લગાવવાની માગ સાથેની અરજી ફગાવી દીધી છે. જેથી હવે ચોટીલામાં રોપ વે પ્રોજેક્ટનો માર્ગ મોકળો બન્યો છે.
અરજદાર દ્વારા અગાઉ અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, આુટડેટે ટેકનોલોજીવાળા રોપ-વેને મંજૂરી સામે દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. ચોટીલા ડુંગર પર તૈયાર થઈ રહેલા રોપ વે પ્રોજેક્ટને લઈને અરજદારે સવાલ ઉઠાવ્યા હતા ત્યારે યાત્રાધામ ચોટીલા રોપ વે વિવાદ મામલે થયેલી અરજી બાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આજે આપ્યો હતો. હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવતા ચોટીલામાં રોપ-વે બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે.