August 7, 2026
ગુજરાત

વાઇબ્રન્ટ ઉત્સવથી કેટલા લોકોને રોજગારી મળી તે જાહેર કરો:ડો. મનીષ દોશી

પીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ કરનાર ભાજપા સરકારમાં હિંમત હોય તો ગુજરાતમાં સરકારી અને ખાનગી રોજગારી, વાયબ્રન્ટ ઉત્સવોના અબજો રૂપિયાના મુડીરોકાણ સામે લાખો રોજગારીના દાવાની હકિકતો જાહેર કરે તેવી માંગ કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મુખ્ય  પ્રવકતા ડો.  મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પીરીયોડીક લેબર ફોર્સ સર્વે જુલાઈ-૨૦૧૮ થી જુલાઈ-૨૦૧૯ સમયા ગાળાના સમગ્રદેશમાં ૧,૦૧,૫૭૯ હાઉસહોલ્ડમાં  ૪,૨૦,૭૫૭ નાગરિકોનો સર્વેમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ગ્રામીણ  વિસ્તારના ૫૫,૮૧૨ હાઉસ હોલ્ડના ૨,૩૯,૮૧૭ નાગરિકો જયારે ૪૫,૭૬૭ કનિદૈ લાકિઅ હાઉસહોલ્ડના ૧,૮૦,૯૪૦ નાગરિકો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમગ્ર દેશના ૧૩૫ કરોડ નાગરિકોમાંથી માત્ર ૪,૨૦,૭૫૭ નાગરિકોની સેમ્પલ સાઈજ  જે માત્ર શ્રમિકો માટેની અને છતાં સરકાર રોજગારીના મોટા દાવા કરે તે કેટલે અંશે વ્યાજબી ? સમગ્ર સર્વે શ્રમિકોને લદ્યુત્ત્મ રોજગારીનો સેમ્પલ સર્વે હોય ત્યાં રોજગારીમાં અવ્વલ નંબરના દાવા કેટલે અંશે વ્યાજબી ? પીરીયોડીક લેબર ફોર્સ સર્વેમાં સમગ્ર દેશમાં માત્ર ૧૨,૮૦૦ ગામનો સેમ્પલ  સાઈજ,

ગુજરાતમાંથી માત્ર ૪૪૦ સેમ્પલ નો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ૨૦૮ અને શહેરી વિસ્તાર ૨૩૨ સેમ્પલ ગણત્રીમાં લેવાયા છે. એટલે કે પીરીયોડીક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) માં સમગ્રદેશમાં માત્ર ૧.૬ ટકા સેમ્પલ સાઈજ અને ગુજરાતની માત્ર ૨.૩ ટકા સેમ્પલ સાઈજ સમાવેશ થાય છે.

નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન (એએસએસઓ) ના સંપુર્ણ અહેવાલમાં સમગ્ર દેશમાં ૪૫ વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર મોદી શાસનમાં છે જે ભાજપ સરકાર – મોદી શાસનની દેશ અને ગુજરાતના નાગરિકોને ભેટ છે વાયબ્રન્ટ ઉત્સવોના નામે અબજો રૂપિયાનું મુડી રોકાણ અને લાખો રોજગારના દાવાનો પરપોટો ફુટી ગયો છે. તેમ ડો. મનીષ દોશી જણાવે છે. (૯.૬)

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અને અમદાવાદની પ્રખ્યાત એઈમ્સ હોસ્પીટલ દ્વારા વિરમગામ શહેર માં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદના હાટકેશ્વર -ભાઈપુરા વોર્ડના ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનું કોરોનાથી નિધન

Ahmedabad Samay

લોકડાઉન ૨ માં વધુ રાહત, વધુ કલાકો માટે દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા મંજૂરી

Ahmedabad Samay

નરોડા પોલીસે નકલી પોલીસ બની ફરતા સસ્પેન્ડડ SRP જવાનની ધરપકડ કરી.

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

Ahmedabad Samay

2030માં મેજબાની કરવા સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતને સોંપી દીધો છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો