September 18, 2024
ગુજરાત

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના ને સાર્થક કરવા તેમજ સમાજ માં સકારાત્મક જાગૃતિ લાવવા અને વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલી (Stop Parental Alienation, ” પૈતૃક જુદાઈ ” રોકવા – સામાજિક જાગૃતિ લાવવા નો કાર્યક્રમ સમાનતા ફાઉન્ડેશન દ્વારા ઉજવવામાં આવ્યો હતો.

“પેરેન્ટ્સ ડે” નિમિત્તે  દરેક માતા-પિતા ના નિ:સ્વાર્થ ત્યાગ-બલિદાન-પ્રેમ ભાવના ને બિરદાવવામાં આવ્યો અને સાથે સાથે આજે સેંકડો પેરેન્ટ્સ (નેચરલ ગાર્ડિઅન) ને “પેરેન્ટલ એલીનેશન (પૈતૃક જુદાઈ)”ના કારણે પોતાના બાળકોના પ્રેમથી વંચિત રખાય છે, તે આજના આધુનિક યુગની અતિ ગંભીર સમસ્યા-કડવી વાસ્તવિકતા તરફે પેરેન્ટ્સ ડે ‘સાયકલ રેલી’ યોજી જન-જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો. આથી અમે ‘પેરેન્ટલ એલીનેશન’ ને રોકવા અને સમાજ માં આ ” બાળ ઉત્પીડન ” ના મુદ્દે સકારાત્મક જાગૃતિ લાવવાના ઉમદા હેતુસર ‘સાયકલ રેલી’નું આયોજન રાખેલ.

આ કાર્યક્રમમાં કાયદાના દુરુપયોગ સંદર્ભિત, પેરેન્ટલ એલીનેશન, Shared Parenting ની માહિતી, NCRB ના સ્યુસાઇડ ડેટા વગેરે માહિતી ના ફ્લેક્ષ બેનર્સ-પ્લે કાર્ડ સાથે શાંતિપૂર્ણ રીતે, પેરેન્ટ્સ ડે ને લગતા નારાઓ લગાવીને જન-જાગૃતિ કાર્યક્રમ યોજ્યો.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થાના વોલન્ટિયર્સ સાયકલ અને ટુ-વહીલર્સ સાથે ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ ને પ્રોત્સાહિત કરવા અને Cycle Rally ની શરૂઆત (Flag Off) કરાવવા માટે.. ગાંધીનગર-Ward no.9 ના કોર્પોરેટર શ્રીમતી શૈલાબેન. એસ. ત્રિવેદી અને બ્રહ્મ અગ્રણી શ્રી સુનિલભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

https://youtu.be/3ouZvTLApNk

Related posts

કોરોના વચ્ચે ” એમ્ફાન ” વાવાઝોડા નો ખતરો

Ahmedabad Samay

અમદાવાદમાં આવેલ નરોડા GIDC આ આજ રોજ એક કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

કરણી સેના સ્થાપનાદિન નિમિત્તે ૦૩ માર્ચે રક્તદાન શિબિર અને અન્ય કાર્ય ક્રમ કરાશે

Ahmedabad Samay

શહેરમાં કુલ ૧૮૧ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં મુકવામાં આવ્યા

Ahmedabad Samay

નરોડામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ

Ahmedabad Samay

પેટ્રોલ ડીઝલના ભાવમા ફરી એકવાર થયો વધારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો