September 21, 2026
ગુજરાતબિઝનેસ

શું તમે ધો.૦૮ પાસ છો, તો હવે તમે પણ ખોલી શકો છો પોતાની પોસ્ટ ઓફિસ

ધો.૦૮ પાસ વ્યક્તિ ને કમાવાની ઉતમ તક,

૦૮ પાસ છો તો પોસ્ટ ઓફિસ ની ફ્રેન્ચાઇસી મેળવી શકો છો

૮ ધોરણ પાસ કોઇપણ વ્યકિત ડાક વિભાગની પોસ્ટલ ફ્રેન્ચાઇઝી લઇ શકશે અને મહીને ૫૦ થી ૬૦ હજારની કમાણી કરી શકશે.

આ માટે ડાક-વિભાગે પોસ્ટલ ફ્રેન્ચાઇઝી સ્કીમ લોન્ચ કરી છે, આ સ્કીમમાં વ્યકિત ૫ હજાર રૂ.નું રોકાણ કરી મહીને ૫૦ થી ૬૦ હજારની કમાણી કરી શકે છે.

હાલ દેશભરમાં ૧ લાખ ૫૫ હજાર પોસ્ટ ઓફિસ છે, પરંતુ હવે ગામેગામ પહોંચવા માટે પોસ્ટલ વિભાગે ફ્રેન્ચાઇઝી દેવાનું શરૂ કર્યું છે આ યોજના અનુસાર કોઇપણ વ્યકિત એવી જગ્યાએ પોસ્ટ ઓફિસ ખોલી શકે છે કે જ્યાં પોસ્ટ ઓફિસની કોઇ સુવિધા નથી અને આ ફ્રેન્ચાઇઝી ગામડામાં – નાના કસ્બામાં – શહેરોમાં પણ ખોલી શકાય છે.

પોસ્ટલ વિભાગ બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપી રહ્યું છે, જેમાં એક આઉટલેટ અને બીજી પોસ્ટલ એજન્ટની છે. પોસ્ટલ એજન્ટ ફ્રેન્ચાઇઝી મારફત શહેર અને ગામડામાં પોસ્ટલ સ્ટેમ્પસ – સ્ટેશનરી ઘરે સુધી પહોંચાડી શકે છે, ફ્રેન્ચાઇઝી મળ્યા બાદ જે તે વ્યકિતને તેના કામના હિસાબે નિશ્ચિત કમીશન મળી શકે છે.

આ ફ્રેન્ચાઇઝી માટે મીનીમમ ઉંમર મર્યાદા ૧૮ વર્ષની અને ધો. ૮ પાસનું માન્ય સ્કુલનું સર્ટીફીકેટ જરૂરી છે, અને તેમાં ૫ હજારની સિકયોરીટી ડીપોઝીટ જમા કરાવવાની હોય છે.

Related posts

વણઝારા હેલ્પ ગ્રૂપ દ્વારા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે રક્તદાન કરાયું

Ahmedabad Samay

બે સપ્તાહ માં ભારતની હાલત ચિંતા જનક થઇ શકે છે

Ahmedabad Samay

શ્રી વિક્રમ સિંહ શેખાવતજીનું અકાળે થયું અવસાન

Ahmedabad Samay

તીક્ષ્ણ હથિયાર વડે ૧૯ ઘા મારી યુવકની કરાઇ હત્યા

Ahmedabad Samay

RBI ના નવા નિર્ણય પ્રમાણે હવે આપના ઇ.એમ.આઇ. પર જાણો શું અસર પડશે.

Ahmedabad Samay

અમદાવાદ -પોલીસે ઓવર સ્પીડ, ડ્રંક એન્ડ ડ્રાઈવ સહીત 192 કેસો 24 કલાકમાં નોંધ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો