September 23, 2026
ગુજરાત

૦૧ સપ્ટેમ્બર થી શાળા ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

શાળાઓ પુનઃ શરૂ કરવા અંગેના ઘટના ક્રમ અંગે સંકાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, એવા રાજ્યો કે જ્યાં કોવિડ-૧૯ના કેસ ઓછા છે તેઓ પુનઃ શાળાઓ શરૂ કરવા માંગે છે અને તેમાં સિનિયર વિદ્યાર્થીઓને લાવવા માગે છે.

માનવ સંસાધન વિભાગ અને આરોગ્ય મંત્રાલયે જે ગાઇડલાઇન્સ તૈયાર કરી છે તેમાં એવી ભલામણ કરવામાં આવશે કે તબક્કાવાર શાળાઓ શરૂ કરવી. પહેલા ૧૫ દિવસ માટે ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને શાળાએ આવવા જણાવવું. વિવિધ સેકશનના કલાસના વિદ્યાર્થીઓને કોઇ ખાસ દિવસે શાળાએ આવવા જણાવવામાં આવશે. એવી સ્કુલ કે જ્યાં ધો. ૧૦ના ૪ વર્ગ હોય તો વર્ગ ‘અ’ અને ‘ક’ ના વિદ્યાર્થીઓને કોઇ ખાસ દિવસે અને બાકીનાને બીજા દિવસે બોલાવવા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શાળામાં હાજરી આપવાનો સમય પણ ૫ થી ૬ કલાક હોય છે તે ઘટાડીને ૨ થી ૩ કલાક કરવા પણ શાળાઓને જણાવાશે. દરેક શાળાઓને સવારે ૮ થી ૧૧ અને બપોરે ૧૨ થી ૩ આવવાનું જણાવાશે. જેમાં ૧ કલાકનો બ્રેક સેનેટાઇઝર માટે રાખવામાં આવશે. શાળાઓને શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓની ૩૩% ક્ષમતા સાથે કામ કરવા જણાવાશે.

સરકાર પ્રી-પ્રાયમરી અથવા પ્રાયમરી શાળાઓના વિદ્યાર્થીઓને બોલાવાની તરફેણમાં નથી. તેઓને માટે ઓનલાઇન કલાસ જ હાલ તુરંત રહેશે. ધો. ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરાયા બાદ થોડા કલાકો માટે ધો. ૬ થી ૯ના વિદ્યાર્થીઓને બોલાવવાનું જણાવાશે.

Related posts

શહીદ દિન નિમિત્તે ઇનકલાબ યુવા સંગઠન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

Ahmedabad Samay

મેઘાણીનગરના ઊમેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવજીની પાલકી કઢાઈ હતી.

Ahmedabad Samay

તિસ્તા સેતલવાડ બાદ પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ગુજરાત રમખાણોના કેસમાં મળ્યા જામીન

Ahmedabad Samay

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનતો જનાના વિભાગના કામમાં દાંડાઈ સામે આવતા સુપ્રિટેન્ડેન્ટને પીઆઇયુને નોટિસ ફટકારશે

Ahmedabad Samay

કાલે બપોર બાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં “ નિસર્ગ ” વાવાઝોડા ની અસર દેખાવા લાગશે.

Ahmedabad Samay

વડોદરા – વૃદ્ધાના મોત બાદ પશુ માલિકની થઈ ધરપકડ, ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં પણ આક્રોશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો