August 21, 2026
અપરાધગુજરાત

૭૦ કિલો ગાંજો સાથે બે શખ્સની અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચે 70 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની શહેરકોટડા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આ આરોપીઓ ગુડ્સ ટ્રેન મારફતે ગાંજો મંગાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

એસઓજી ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, ગુડ્સ ટ્રેઇનમાં ગાંજાનો જથ્થો મંગાવામાં આવી રહ્યો છે અને તે માલ આરોપીઓ પોતાના ઘરે લઈ જવાના છે અને ત્યાથી તેઓ આ ગાંજાનો છુટક વેપાર કરે છે. જેથી આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવા માટે પોલીસે વોચ ગોઠવી હતી. આ વોચમાં મોહમંદ શેહજાદ મોહમંદ રશીદ અંસારી તથા રામ પ્રકાશ ખટીકની 70 કિલો ગાંજો અને રીક્ષા સહિત સાતેક લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

આરોપીઓની વધુ પુછપરછ કરવામાં આવતા તેઓએ જણાવ્યું છે કે, ઓરિસ્સાથી સુરેન્દ્ર નામના એક શખ્શે તેમને ગાંજાનો જથ્થો મોકલી આપ્યો હતો અને શહેરમાં અલગ અલગ લોકોને આ ગાંજાનો જથ્થો સપ્લાય કરવાનું કહેવામાં આવ્યું હતું.

પકડેલા બંને આરોપીઓની એસઓજી ક્રાઈમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે આ સાથે હેન્ડલર સુરેન્દ્ર ઉર્ફે ઓરિસ્સાની શોધખોળ પણ પોલીસે હાથ ધરી હોવાનું એસઓજી ડીસીપી મુકેશ પટેલ એ જણાવ્યું છે. આરોપીઓ આ જથ્થો ગુડ્સ ટ્રેઇન મારફતે લાવતા અને શહેરના કાલુપુર રેલવે સ્ટેશનથી પાર્સલ લઈને શહેરકોટડા જતા રહેતા હતાં. બાદમાં અલગ અલગ છૂટક પડીકીઓ બનાવી અનેક વિસ્તારોમાં વેંચતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ છ માસથી આ રેકેટ ચલાવતા અને પહેલી વાર પોલીસ ગિરફતમાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

ત્રણ હિન્દુ સગીરાઓને પ્રેમના જાળમાં ફસાવી તેમને હવસનો શિકાર બનાવવા માટે વિધર્મી યુવકો દ્વારા રચાયેલું એક વિચિત્ર ષડયંત્ર ખુલ્લું પડ્યું

Ahmedabad Samay

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્‍વદેશી અપનાવવાના સંકલ્‍પનું સામૂહિક પઠન કર્યું

Ahmedabad Samay

ધ લીલા હોટેલમાં સ્ટેકેસન સાથે આ ફાઈવ સ્ટાર હોટલમાં ઝુમ્બા બાય ધ પૂલ , ગોલા અને ફાલુદા કુલ્ફી ની મોજ માણો

Ahmedabad Samay

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ બોપલ, બોડકદેવ અને સરખેજમાં ખાબક્યો, હજૂ પડશે વરસાદ

Ahmedabad Samay

મેટ્રોનું બાકી કામ ડિસેમ્બર 2023માં થઇ જશે પૂર્ણ, વિધાનસભામાં પૂછાયો પ્રશ્ન

Ahmedabad Samay

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ધર્મ પરિવર્તન ન કરવા પર નિધિ ગુપ્તાની હત્‍યા કરવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો