September 22, 2026
દેશ

કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂતો વચ્ચે આજે  ૦૫ માં તબક્કાની વાતચીત દરમિયાન પણ કોઇ સમાધાન ન નીકળ્યુ

કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલુ છે. આજે  5માં તબક્કાની વાતચીત દરમિયાન પણ કોઇ સમાધાન નીકળ્યુ નથી. સરકારે ખેડૂતો પાસે વધુ સમય માંગ્યો છે. હવે 9 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે ફરી સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થશે.

બેઠક બાદ ખેડૂત નેતાઓએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે કહ્યુ છે કે તે અમને 9 ડિસેમ્બરે એક પ્રસ્તાવ મોકલશે. અમે (ખેડૂત) એક બીજા સાથે તેની પર ચર્ચા કરીશું, જે બાદ તે દિવસે તેમની સાથે બેઠક થશે. બીજી તરફ ખેડૂત નેતા બુટા સિંહે કહ્યુ કે, અમે કાયદાને રદ કરાવીને જ રહીશું. તેનાથી ઓછામાં અમે માનવાના નથી.

ખેડૂત સરકાર પાસે હવે હા અથવા નામાં જવાબ માંગી રહ્યા છે. આજે પાંચમા તબક્કાની વાર્તા દરમિયાન ખેડૂત નેતા શાંત બેઠા હતા. મંત્રી એક બીજા સાથે વાત કરવા માટે બહાર જતા રહ્યા હતા. ખેડૂત નેતા એક પાના પર હા અથવા ના એટલે યસ અથવા નો લખીને બેઠા હતા. ખેડૂત સંગઠનના નેતા બેઠકમાં મંત્રીઓ સામે યસ અથવા નો પ્લે કાર્ડ લઇને બેઠા હતા. ખેડૂત સંગઠનોએ સરકારને કહ્યુ કે, અમારી પાસે એક વર્ષની સામગ્રી છે. સરકારે આ નક્કી કરવુ છે કે તે શું ઇચ્છે છે. ખેડૂત નેતાઓએ સરકારને કહ્યુ કે તમે જણાવી દો કે તમે અમારી માંગ પુરી કરશો કો નહી ?

 

Related posts

મહારાજા દિગ્વિજયસિંહના કારણે ગુજરાતમાં વસ્તુ હતું મીની પોલેન્ડ, જાણો ગર્વ મહેસુસ કરાવે તેવી અદભુત સ્ટોરી

Ahmedabad Samay

ફિલ્મ જગતમાં શોકનો માહોલ,ગાયિકા આશા ભોસલેનું ૯૨ વર્ષની વયે દુખદ નિધન

Ahmedabad Samay

નીતિશ કુમારે રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું

Ahmedabad Samay

પાકિસ્‍તાને દિલ્‍હી પર ફતહ ૨ મિસાઇલથી હુમલો કર્યો. પરંતુ તે દિલ્‍હી પહોંચે તે પહેલાં જ ભારતે પાકિસ્‍તાનની ફતહ ૨ મિસાઇલને તોડી પાડી.

Ahmedabad Samay

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત – ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ

Ahmedabad Samay

ઓડિશા ટ્રેન દુર્ઘટના: ‘કવચ’ ક્યાં હતું? હવે રેલ્વે મંત્રીના દાવા પર ઉઠ્યા સવાલો, રાજીનામાની માંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો