August 7, 2026
ગુજરાત

મ્યુકર માઇક્રોસીસ નામની નવી બીમારી,અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ૪૪ દર્દીઓ દાખલ:૦૯લોકોના મોત

રાજ્યમાં કોરોના મહામારીનો કેર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે નવી એક બીમારી સામે આવી છે. કોરોનાથી સ્વસ્થ થયેલા અને ડાયાબિટિસથી પિડાતા દર્દીઓમાં મ્યુકર માઇક્રોસીસ નામની બીમારી થઇ રહી છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 44 દર્દી આ બીમારીની સારવાર માટે આવ્યા છે જેમાંથી 9 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે

કોરોના પછી થતી આ બીમારી અંગે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યુ હતું, જોકે, ગુજરાત સરકારે આ એલર્ટની વાત લોકોથી છુપાવી રાખી હતી જેને કારણે દર્દીઓએ વિકાસસીલ ગુજરાતમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાંને કોતરી ખાય છે. આ બીમારીની અસર આંખ અને મગજ પર પણ થાય છે અને અંધાપો આવે છે. આ બીમારી કેન્સર કરતા પણ ઝડપથી પ્રસરી રહી છે.

કોરોના વાયરસથી સ્વસ્થ થયેલા અને ડાયાબિટિસ કે અન્ય કોઇ બીમારીથી પીડાતા દર્દીઓની એન્ટી બોડી જનરેટ થઇ ગઇ છે, હવે કઇ નહી થાય તેમ માનવાની જરૂર નથી, ઉલટુ વધુ સાવચેત રહેવાની જરૂર છે. કોરોનાને મ્હાત આપનારા દર્દીઓ હવે મ્યુકર માઇક્રોસીસ નામની બીમારીમાં સપડાઇ રહ્યા છે.

બીમારીના લક્ષણો.

શરદી, થોડાક સમય પછી નાક બંધ થઇ જવુ, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઇ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવુ પડે છે.આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાંને કોતરી ખાય છે. આ બીમારીની અસર આંખ અને મગજ પર પણ થાય છે અને અંધાપો આવે છે

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા 15 ડિસેમ્બરે રાત્રે એક ટ્વીટ કરવામાં આવી હતી. “તબીબો અનુસાર કોવિડ-19થી સ્વસ્થ થયેલા લોકોમાં મ્યૂકોરમાઇકોસિસ બીમારીનો ખતરો વધ્યો છે જેનાથી કેટલાક લોકોના મોત પણ થયા છે. આ બીમારીમાં મગજ સહિત શરીરના કેટલાક અંગો ખરાબ થવાનો ખતરો છે. મુંબઇ અને અમદાવાદમાં આ બીમારીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Related posts

ગરમીની ઋતુ માટે થઇ જાવ તૈયાર, શનિવારથી ગરમીનો પારો વધશે

Ahmedabad Samay

2021-22માં 1.06 લાખ મિલિયન યુનિટ વીજ વપરાશ થયો, એક વર્ષમાં રાજ્યમાં માથાદીઠ વીજ વપરાશ 140 યુનિટ વધ્યું

Ahmedabad Samay

સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ

Ahmedabad Samay

PSI અને LRDની ભરતીને લઇ આજે કોલ લેટર ડાઉનલોડ થવાના થયા શરૂ, આ રીતે કરો કોલ લેટર ડાઉનલોડ

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

નરોડા વિસ્તાર ખાતે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે કોંગ્રેસ સમિતિ દ્વારા નરોડા ગેલેક્સી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો