June 22, 2026
ગુજરાત

આતંકવાદીઓ રાજસ્થાન અને ગુજરાતથી ઘૂસણખોરીની ફિરાકમાં

પાકિસ્તાને હવે આતંકવાદીઓ ભારતમાં દાખલ થવા માટે જમ્મુ-કાશ્મીર અને પંજાબ ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતથી ઘૂસણખોરીની ફિરાકમાં છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ એ જણાવ્યું છે કે, હાલના દિવસોમાં ઘૂસણખોરીની ઘટનાઓમાં વધારો નોંધાયો છે.પાછલા વર્ષે નવેમ્બર પહેલા અઠવાડિયા સુધી BSFએ રાજસ્થાન અને ગુજરાત બોર્ડરથી ઘૂસણખોરીની એકપણ ઘટના રેકોર્ડ કરી નથી. આ વર્ષે અહીં ઘૂસણખોરીની કોશિશ થઈ છે. જ્યારે બીએસએફની કાશ્મીર ફ્રંટિયરે આ વર્ષે બોર્ડર પર ઘૂસણખોરીની એક કોશિશને નિષ્ફળ કરી હતી. પાછલા વર્ષે નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી ઘૂસણખોરીની ચાર ઘટનાઓ સામે આવી હતી.

અધિકારીઓએ દાવો કર્યો છે કે, પાકિસ્તાન ભારતમાં આતંકી મોકલવા માટે નવા રસ્તા શોધી રહ્યાં છે. આપણા જવાન બધી રીત સચેત છે અને 24 કલાક બોર્ડરની રક્ષામાં લાગેલા છે. તેમને જણાવ્યું કે, બીએસએફ પોતાના જવાનોની પોઝિશિન ઈન્ટેલિજન્સ ઈનપુટના હિસાબે સતત અપડેટ કરી રહ્યાં છે.

 

બીએસએફ અધિકારીઓએ જણાવ્યું કે, આ વર્ષ નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી 11 ઘૂસણખોરીની ઘટનાઓ થઈ. ઘૂસણખોરી જમ્મુ, કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરોથી થઈ. આ વર્ષે જમ્મુ અને પંજાબ બોર્ડરથી વધારે 4-4 ઘૂસણખોરીની ઘટનાઓ રેકોર્ડ કરવામાં આવી છે.

 

ગુજરાત-રાજસ્તાન બોર્ડર પર રણ ઓફ કચ્છની બોર્ડર પર જૂલાઈમાં 12-13 લોકો ઘૂસણખોરીની ફિરાકમાં હતા. ઘૂસણખોરોને પેટ્રોલિંગ કરી રહેલા જવાનોએ અનેક ચેતવણીઓ આપી હતી, પરંતુ તે આગળ વધતા રહ્યાં. તે પછી જવાનોએ ફાયરિંગ કરી, જેમાં એક ઘૂસણખોરની મોત થઈ ગઈ, અન્ય પરત ભાગવામાં સફળ થઈ ગયા.

જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં BSFએ ઈન્ટરનેશનલ બોર્ડર પર 150 મીટર લાંબી સુરંગનો પર્દાફાશ કર્યો હતો. BSFએ એક ઘૂસણખોરને ઠાર પણ માર્યો હતો. જમ્મુમાં બીએસએફે IG એનએસ જામવાલે જણાવ્યું હતુ કે, ઈન્ટરનેશનલ  બોર્ડર પર આ સુરંગ મળવાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે, પાકિસ્તાની સેના આતંકવાદીઓની મદદ કરી રહી છે.

Related posts

વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડના સ્થાનિકો અને યુવાઓ સાથે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ

Ahmedabad Samay

રિલીફ રોડ પર આવેલા આકાર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેડીમેઈડ ગારમેન્ટ બનાવતી દુકાનમાં લાગી આગ

Ahmedabad Samay

બીનાબહેન પટેલના દળદાર કોફીટેબલ બુક ‘ સનાતનનો જયઘોષ ‘ નું વિમોચન કરાયું

Ahmedabad Samay

ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું

Ahmedabad Samay

અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવે અંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું 98 ટકા કામ થયું પૂર્ણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો