December 14, 2024
ગુજરાત

ગાંધીનગર-તલાટીની પરીક્ષામાં આજે 1 વાગ્યાથી ડાઉનલોડ કરી શકો છો કોલલેટર

તારીખ 7 મેના રોજ સમગ્ર ગુજરાતમાં તલાટીની પરીક્ષા લેવાનારી છે. ત્યારે તલીટીનીટ પરીક્ષા માટે આજે બપોરે 1 વાગ્યાથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે. આગામી પરીક્ષાને લઈે સમગ્ર તૈયારીઓ તંત્ર તરફથી કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ પણ આ વખતે પરીક્ષાની અંદર કોઈ ગેરરિતી ના થાય તે માટે પરીક્ષા સમી પાર પડે તેવી આશા સાથે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચશે તો કેટલાક વિદ્યાર્થીઓએ સહમતી પત્રો જ ભર્યા નથી. વારંવાર થતી પરીક્ષાની ગેરરીતીથી આ એક રોષ પણ વિદ્યાર્થીઓમાં જરૂરથી છે.

8.65 લાખ આપશે પરીક્ષા
તલાટીની પરીક્ષાની અંદર ઉમેદવારો દ્વારા સંમતિ પત્ર ભરાવવામાં આવ્યા છે ત્યારે . 17 લાખ ઉમેદવારોમાંથી આ વખતે પરીક્ષામાં 8 લાખ  65 હજાર ઉમેદવારે સંમતિ પત્ર ભર્યા છે. કલાર્કની પરીક્ષામાં ૯,૫૩,૭૨૩ ઉમેદવારો પૈકી ૩,૯૧,૭૩૬ ઉમેદવારોએ પરીક્ષામાં હાજરી આપી હતી ત્યાર બાદ આ નિર્ણય લેવાયો હતો. કેમ કે, અગાઉ તલાટીની પરીક્ષા મોટી સંખ્યામાં ઉમેદવારો વધુ હતા અને કેન્દ્રો પણ ઓછા મળ્યા હતા જેથી તારીખ લંબાવીને 7 મે કરાઈ હતી.  ત્યારે ઉમેદવારોએ ઓછી સંખ્યામાં તૈયારી દર્શાવી છે.

કેન્દ્રો ઓછા પડતા પાછી ઠેલાઈ હતી પરીક્ષા
તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજવામાં માટે બોર્ડે તૈયારી શરુ કરી હતી પરંતુ કેન્દ્રો ઓછા પડ્યા હતા. અગાઉ આ પરીક્ષા વહેલા લેવાની હતી પરંતુ 17 લાખ પરીક્ષામાં ઉમેદવારો સામે 14 લાખ ઉમેદવારો માટે જ કેન્દ્ર મળ્યા હતા. કોલેજમાં ઓછા વર્ગ ખંડ ફાળવ્યા હતા. ત્યારે હવે તંત્રની મોટી તૈયારી છે ત્યારે ઓછી સંખ્યામાં સંમતી પત્રો ભરાયા છે.

Related posts

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોકમાં ગણેશજીની આરતીમાં કુબેરનગરના કાઉન્સિલરશ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા

Ahmedabad Samay

ગુજરાતમાં ૦૪ વોટર એરોડ્રોઅમ શરૂ કરાશે

Ahmedabad Samay

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા.

Ahmedabad Samay

અમદાવાદ – આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આશિષ કણજારીયા વિરુદ્ધ ફરિયાદ

Ahmedabad Samay

ગુજરાતમાં અમદાવાદ બની શકે છે પ્રથમ વખત 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનું સાક્ષી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો