માહી ગોહેલ નામની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. માહી ગોહેલ નામની વિદ્યાર્થિનીએ ગત વર્ષે ડ્રોપ લીધો હતો. ત્યારે આ વખતે તે રિપીટમાં અભ્યાસ કરતી હતી. આ ઘટનાનીથી પરીવારમાં ગમગીની છવાઈ ગઈ છે. અચાનક આ પ્રકારે પગલું ભરતા જામનગર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
ખાસ કરીને યુવાનોમાં આત્મહત્યાના બનાવો વારંવાર વધી રહ્યા છે. સ્યુસાઈડની ઘટનાઓ બનતા અનેક સવાલો પણ થઈ રહ્યા છે. પ્રેશર તેમજ અન્ય પ્રકારના કારણોથી યુવાનો ક્ષણભર વિચાર્યા વિના આ પ્રકારે પગલું ભરે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ વિદ્યાર્થીની જામનગરમાં અભ્યાસ કરતી અને દેવભૂમિ દ્વારકા તેનું વતન છે. ધોરણ 11 સાયન્સમાં વિદ્યાર્થિની અભ્યાસ કરતી હતી માટે અભ્યાસથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર માહીએ ગત વર્ષે બિમારીના કારણે અભ્યાસ છોડી દીધો હતો. આ વર્ષે ફરી ધોરણ 11માં વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો હતો. જેથી વારંવારના અભ્યાસથી કંટાળીને તેણીએ આ પગલું ભર્યું હોઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.