August 9, 2026
અપરાધગુજરાત

અમદાવાદમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના,નવજાત ૦૪ બાળાને ત્યજી દેવાઇ

અમદાવાદ શહેરમાં એક બાદ એક કુલ 4 બાળકીઓ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. જો કે, આ 4 બાળકીમાંથી ત્રણ જીવિત હાલતમાં મળી આવી છે. જ્યારે એક બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. શહેરના એલિસબ્રિજ, શાહીબાગ, વેજલપુર અને ફતેહવાડી વિસ્તારમાંથી 4 નવજાત બાળકીઓ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી છે.

(૧)શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં કોચરબ ગામ પાસે ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીમાંથી સફેદ કોથળીમાંથી મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી.(૨) તરફ શાહીબાગ વિસ્તારમાંથી આંખની હોસ્પિટલ પાસેથી એક કચરા પેટીમાંથી દુપટ્ટામાં બાંધેલી હાલતમાં બાળકી રડતી મળી આવી હતી.(૩) ફતેહવાડી વિસ્તારમાંથી એક બાળકી રોડ ઉપરથી મળી આવી હતી.(૪) વેજલપુરમાં એક બાળકી કાર નીચેથી મળી આવી હતી.

પોલીસ દ્વારા નવજાત બાળકીઓને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને કયા કારણોસર બાળકીઓને ત્યજી દેવામાં આવી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદ-કોર્પોરેશન તરફથી પ્રથમ વખત એડવાન્સ ટેક્સના 15 ટકા સુધી મુક્તિ, જાણો કેટલી થશે આવક

admin

પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા જેવા ધાર્મિક સ્થળ માટે ચાર્ટડ ફ્લાઇટ શરૂ કરાઇ

Ahmedabad Samay

૩૧ ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો

Ahmedabad Samay

પ્રાંતિજ ના બોરીયા, સીતવાડા , બોભા ખાતે તસ્કરો ત્રાટક્યા એકજ રાત્રીમા ત્રણ ગામોમાંથી દુકાન ,ગલ્લા તથા કેબીન થઈ દશ જગ્યાએ તાળા તોડ્યા

Ahmedabad Samay

ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે

Ahmedabad Samay

સારહિ યુથ કલબ દ્વારા યોજાયેલ કોરોના રસીકરણના મેગા કંપની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો