September 21, 2026
દેશ

ખેડૂત કાયદાના વિરોધમાં કિસાનો દ્વારા દેશ વ્યાપી રેલ રોકો આંદોલન

૩ નવા ખેડૂત કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા રેલરોકો આંદોલનનો ૧૨ વાગ્યે પ્રારંભ થયો હતો. આંદોલન ૪ વાગ્યા સુધી ચાલુ રહેશે એ સંયુકત કિશાન મોરચાએ જણાવ્યું હતું. દેશના અનેક ભાગોમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન ચાલી રહ્યું છે. બિહાર, દિલ્હી, યુપી, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં રેલ રોકો આંદોલનની અસર જોવા મળી છે.

ખેડૂતોના રેલ રોકો અભિયાન વચ્ચે દિલ્હી મેટ્રોના અનેક સ્ટેશનોમાં પ્રવેશની મનાઇ કરી દેવામાં આવી છે. બિહારમાં પણ અનેક સ્થળો રેલરોકો આંદોલનથી પ્રભાવિત થયા છે. અંબાલામાં હજારોની સંખ્યામાં ખેડૂતો રેલવે ટ્રેક પર બેઠેલા જોવા મળ્યા છે. રેલરોકો અભિયાનની અસર જમ્મુ-કાશ્મીરમાં પણ જોવા મળી છે.

 

રાજસ્થાનના જયપુરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન પર દેખાવકારોએ ટ્રેન રોકી દીધી તેમજ અલવરમાં પણ ટ્રેનો રોકીને વિરોધ કરાયો. રાજ્યના ૬ જિલ્લામાં રેલ રોકો આંદોલનની અસર જોવા મળી.

પટણામાં ટ્રેક પર સુતેલા પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી છે. અંબાલામાં પાટા પર બેઠેલા ખેડૂતોની પોલીસે ધરપકડ કરી છે. ખેડૂતોના રેલ રોકો આંદોલનની અસર અડધો ડઝન ટ્રેન પર દેખાઇ છે.

અંબાલામાં સેંકડોની સંખ્યામાં ખેડૂતો ટ્રેક પર બેસી ગયા છે, જયારે દિલ્હીની આસપાસ પણ ખેડૂતોએ ટ્રેક પર કબજો જમાવ્યો છે અને રેલ રોકવાની તૈયારીઓ કરી છે.

ગાઝીપુર બોર્ડરની પાસે મોદીનગર રેલ્વે સ્ટેશન પર પણ ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો છે. અલગ અલગ રેલ્વે ટ્રેક પર પોલીસે પણ કાફલો વધાર્યો છે અને સુરક્ષાની વ્યવસ્થા કરી છે. નાંગલોઈ રેલ્વે સ્ટશન પર ખેડૂતોએ રેલ રોકોનું અભિયાન શરૂ કર્યુ હતું જયાં તેમણે ૪ કલાક સુધી રેલ રોકવાની જાહેરાત કરી છે.

ખેડૂતોના રેલ રોકો આંદોલનને જોતા રેલવેએ પણ ખાસ તૈયારીઓ કરી હતી. દેશભરમાં રેલવે પ્રોટેકશન સ્પેશિયલ ફોર્સની ૨૦ વધારાની ટુકડીઓ એટલે કે લગભગ ૨૦ હજાર જવાન તૈનાત કરાયા હતા. મુખ્ય ફોકસ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ પર રખાયું હતું.

Related posts

વિશ્વ કરતા ભારતમાં મોંઘવારી ઓછી. અમેરિકા જેવા વિકસિત દેશમાં મોંઘવારી સાતમા આસમાને

Ahmedabad Samay

ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર માર્કેટ અને મેડિકલોમાં આજ થી ઉપલબ્ધ

Ahmedabad Samay

સંસદમાં પીએમઓ રાજ્‍યમંત્રી ડૉ.જિતેન્‍દ્ર સિંહે પબ્‍લિક એક્‍ઝામિનેશન (પ્રિવેન્‍શન ઓફ અનફેર મીન્‍સ) સુધારા વિધેયક, ૨૦૨૬ રજૂ કર્યું હતું

Ahmedabad Samay

Republic Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Ahmedabad Samay

ટૂંક સમયમાં ભારતીય ચલણ ડોલરની જગ્યા લઇ શકે છે,૧૮ દેશો ભારતીય નાણાંમાં વેપાર કરવા તૈયાર

Ahmedabad Samay

કેન્‍દ્રશાસિત પ્રદેશ જમ્‍મુ અને કાશ્‍મીરને આંતકવાદીઓ ફરીથી નિશાન બનાવવાની તૈયારી ચાલી રહી છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો