September 21, 2026
ગુજરાતરસપ્રદ વાતો

૨૩ ફેબ્રુઆરી એ આવી રહી છે “જયા એકાદશી”જાણો શું છે મહત્વ, પૂજા અર્ચના,ધ્યાન કેવી રીતે કરવું અને તેના શુ છે ફાયદા.

                         જયા એકાદશી

મહા સુદ ૧૧ ના રોજ જયા એકાદશી નું વ્રત રાખવામાં આવે છે,પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત રાખવાથી પિશાચ યોનિ નો ભય રહેતો નથી
જયા એકાદશી નો આરંભ તારીખ ૨૨/૦૨/૨૦૨૧ ના રોજ સાંજે ૦૫.૧૬ કલાક થી શરૂ થાય છે અને તારીખ ૨૩/૦૨/૨૦૨૧ ના રોજ સાંજે ૦૬.૦૫ કલાકે પૂર્ણ થાય છે.

                         ધ્યાન અને પૂજન
આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ નું ધ્યાન પૂજન અને સ્મરણ કરવું , ૐ નમો ભાગવતે વસુદેવે આ મંત્ર નો ૩ માળા જાપ કરવો,

                     જયા એકાદશી ની કથા
એક સમયે દેવરાજ ઇન્દ્ર નંદન વન માં અપ્સરાઓ અને ગંધરવો સાથે વિહાર અને ગયાં કરી રહ્યા હતા તે સમયે તે વૃંદ માં પ્રસિધ્ધ પુષ્પદંત તેમની કન્યા પુષ્પવતી તથા ચિત્રસેન અને તેની પત્ની માલિની પણ ઉપસ્થિત હતા
આ વિહાર સમયે માલિની નો પુત્ર પુષ્પવાન અને માલીવન પણ ગાંધર્વ ગાન માં સાથ આપી રહ્યા હતા. તે સમયે ગાંધર્વ કન્યા પુષ્પવતી માલીવન ઉપર મોહિત થઈ ગઈ અને માલીવન પણ પુષ્પવાતી ના રૂપ થી આકર્ષાઈ ગયો, બંને એ પોતાની સુધ બુધ ખોઈને ચિત્ત ચંચળ થઈ ગયું, સ્વર અને તાલ નો મેલ રહ્યો નહિ.. આ જોઈ ને ઇન્દ્ર ખુબજ નારાજ થયા અને બંને જણા ને સ્વર્ગલોક ના પદ થી મુક્ત કરીને શ્રાપ આપ્યો કે તમે બંને જણા મૃત્યુ લોક માં જઈને પિશાચ યોનિ માં વિહાર કરો અને તમારા કર્મો નું ફળ ભોગવો.
આ શ્રાપ ના કારણે બંને જણા ભૂલોક માં આવીને હિમાલય ક્ષેત્રમાં પોતાનું જીવન દુખપૂર્વક પસાર કરવા લાગ્યા . ઘણા દિવસો વીતી ગયા .. અને એક દિવસ મહા સુદ ૧૧ ના રોજ જયા એકાદશી નો દિવસ આવ્યો . બંને જણાએ નિરાહાર રહીને ભગવાન વિષ્ણુ નું સ્મરણ કરીને આ દિવસ વિતાવ્યો. અને પોતાના ના પાપ માં થી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરી. અને બીજા દિવસે ભગવાને તેમની ઉપર પ્રસન્ન થઈને પિશાચ યોનીમાંથી મુક્તિ આપી. દેવરાજ ઇન્દ્ર એ પણ તેમણે ક્ષમા આપી. દેવોએ પુષ્પવર્ષા કરી.

                              વ્રત નો લાભ
કોઈ પણ મનુષ્ય આ વ્રત કરશે તેણે પિશાચ યોનિ નો ભય રહેતો નથી,

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી , મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

Ahmedabad Samay

લોકડાઉન ૨ માં વધુ રાહત, વધુ કલાકો માટે દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા મંજૂરી

Ahmedabad Samay

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન શરૂ કરાયુ

Ahmedabad Samay

ગાંધીનગર-તલાટીની પરીક્ષામાં આજે 1 વાગ્યાથી ડાઉનલોડ કરી શકો છો કોલલેટર

Ahmedabad Samay

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અમદાવાદના રામોલ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓને તપાસ અર્થે જતા એક મોટી દુર્ઘટના સર્જાઈ, અકસ્માતમાં પોલીસકર્મી સહિત ૩ નાં મોત,તેમજ PSI સોલંકી થયા ઇજાગ્રસ્‍ત

Ahmedabad Samay

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો