August 8, 2026
ગુજરાત

પોલીસના દમન સામે આજે કુબેરનગર અને સરદારનગરના વેપારીઓ દ્વારા બંધનો એલાન

અમદાવાદમાં પોલીસના અત્યાચારના વિરોધમાં કુબેરનગર, સરદારનગર અને નરોડા પાટિયા સુધીના વિસ્તારમાં વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો છે,  સિંધી વેપારીઓએ જણાવ્યું કે પોલીસ દમનના વિરોધમાં આ બંધ પાળવામાં આવ્યો છે.

વેપારીઓનો આરોપ છે કે પોલીસ અહીંના વેપારીઓને ખોટી રીતે હેરાન કરે છે. તે અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં લેવાયા નથી  તેથી સરદાર નગરથી નરોડા પાટિયા સુધી તમામ વેપારીઓ ખાસ કરીને સિંધી સમાજના લોકોએ આજે ગુરુવારે સ્વંયભૂ બંધ પાળી વેપાર ધંધાની અળગા રહેવાનો નિર્ણય લીધો છે.

થોડા દિવસ પહેલાં એક યુવકને પોલીસ કર્મચારીઓે ખોટી રીતે માર માર્યો હતો. જે અંગે સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે કોઇ પગલાં લેવાયા નથી. જે અંગે આજે સરકાર અને તંત્રની આંખ ઉઘાડવા માટે આ બંધ પાળવામાં આવ્યું છે. જેેથી કરીને ભવિષ્યમાં પોલીસ લોકોને હેરાન ન કરે.

સિંધી વેપારીઓ દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Related posts

ધર્માંતરણ અને હવાલા કાંડમાં બે આરોપીની પૂછપરછ વડોદરાનામાં સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું

Ahmedabad Samay

આજે PM મોદી નિકોલ ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે રોડ શો કરશે અને જાહેર સભાને સંબોધશે

Ahmedabad Samay

રાજકોટમાં પઠાણી ઉઘરાણીનાં ત્રાસથી હરી વેપારીને કરી આત્મહત્યા: નરાધમોને સજા ન મળે ત્યાં સુધી પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

Ahmedabad Samay

સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા: મોહન ભાગવત

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજમાફી સ્કિમ હેઠળ 236 કરોડ ટેક્સની આવક

Ahmedabad Samay

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનો ડર દૂર કરવામાં આત્મવિશ્વાસ આપવા ફ્રી સેમીનાર યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો