September 27, 2026
ગુજરાતધર્મ

ક્યાં જાતકો એ કેવી રીતે આજે શિવજીને અભિષેક કરવું જાણો પ્રખ્યાત શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર રાવલ દ્વારા અમદાવાદ સમય પર

શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર રાવલ

ભગવાન ભોળાનાથનો શુભ અવસર એટલે મહાશિવરાત્રી, શિવ એટલે કલ્યાણ.. આ કલ્યાણકારી દેવની મહાશિવરાત્રી એ દરેક માનવ સમુદાયે ભગવાન ભોળાનાથ ભોળા શંભુની પ્રાથના મંત્ર- અભિષેક શિવરૂઠી તેમજ પ્રહરની પૂજા પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી જોઈએ. શિવ એ કલ્યાણકારી દેવ છે. ખુબજ ભોળા.. એટલેજ આપણે તેમને ભોળા શંભુ નામથી પોકારીયે છીએ…

ખાસ શિવરાત્રીના દિવસે દરેક રાશિને જાતકો એ શિવપૂજા કરવી જોઈએ…

આ જગતમાં બધાજ દુઃખી છે તો એ દુઃખ માંથી મુક્તિ પ્રાપ્ત કરવા નીચેના જણાવેલ પ્રમાણે પૂજા વિધિ કરવી જોઈએ. આ વિધિસર પૂજા અર્ચના કરવાથી ચોક્કસ પણે લાભ મળશે, સફળતા મળશે.

તમે કોઈપણ દેવ દેવીની પૂજા અર્ચના કરો પણ પૂરી શ્રધ્ધાથી કરશો તો તમને મનમાં આનંદ થશે અને સંપૂર્ણ દિવસમાં મનમાં રાજી થશો કે ” મેં આજે સરસ પૂજા કરી,અભિષેક કર્યો. અનેક પ્રકારના દ્રવ્યો શિવજી ઉપર ચઢાવી પૂજા કરી તેનો સંતોષ આપના હૃદયમાં, મનપર, જીભ ઉપર આખો દિવસ દિવ્યતા પૂર્વક દેખાશે.

ક્યાં રાશિના જાતકો એ શુ શિવપર ચઢાવવું.
આજે  સવારથી પૂજા,અર્ચના, અભિષેક , દ્રવ્યો વગેરે કરો અને કલ્યાણકારી બની શિવના વ્હાલા સંતાનો બનો અને આશીર્વાદ પ્રાપ્ત કરો.

મેષ: શિવજીના લીંગ ઉપર શેરડીના રસનો અભિષેક કરવો અને સારું રસદાર ફળ ધરાવો, મનની ઇચ્છાઓ પ્રાપ્ત થશે.

વૃષભ: પંચામૃત, દૂધ, ધી, દહીં, સાકર મશ્રિત કરી શિવજીપર અભિષેક કરો, આમ કરવાથી વર્ષ સારું અને નિરોગી રહેશે

 મિથુન: શિવજી ઉપર સરસ મજાના ફળો રસ નારંગી મોસંબીનો રસ શિવલિંગ પર ચડાવવુ, શશરી ની સુખાકારી અને મનની શાંતિ મળશે

કર્ક: ગંગાજલમાં ચોખ્ખું પાણી, કાચું દૂધ અભિષેક કરો જેથી જીવન લાબું થશે, જીવન નિરોગી બનશે

 સિંહ: દૂધ પાણી કાળા તલ મિશ્ર કરી ૐ નમઃ શિવાય મંત્ર બોલી અભિષેક કરો, ઝઘડા કંકાશ માંથી મુક્તિ મળશે

કન્યા : શિવલિંગ પર ધધુરના ફૂલ ચડાવવો સાથે ખાલી મધનો અભિષેક કરો, દુશ્મનો નો નાશ થશે.

 તુલા: ધી, કાળા તલ, ગોળનું પાણી મિશ્રણ કરી શિવલિંગ પર ચઢાવવું , સારી નોકરી, સારો પગાર અને લગ્ન જીવનસાથી સારું મળે, દેવામાંથી મુક્તિ મલેશે.

વૃશ્ચિક: શિવલિંગ ઉપર પહેલા પાણીથી અભિષેક કરો ત્યાર બાદ શેરડીના રસથી અભિષેક કરો, જીવન સ્વસ્થ અને અનેક પ્રકારની ઉપાધિઓ માંથી મુક્તિ મળશે.

ધન: પાણીમાં સુંદર ખુશ્બુદાર અતર કે ગુલાબજળનો અભિષેક કરવો, દેવા માંથી મુક્તિ મળશે , ધન નું આગમન થશે, પુત્ર પરિવાર નું સુખ મળશે.

મકર: શિવલિંગ પર સાંજના સંધ્યા વખતે ગાયનું ઘી, ડાંગર ચઢાવવા, ધન સંપત્તિ મળશે, દેવામાંથી મુક્તિ મળશે, પુત્ર પરિવારનું સુખ મળશે.

કુંભ: શિવલિંગ પર ૧૨:૩૯ મિનિટે સાકર,ચંદન, ગુલાબજળ નું મિશ્રણ કરી અભિષેક કરો, હમેશા તમારી ચઢતી થાય, ધંધો રોજગાર સારો ચાલે.

મીન: શિવલિંગ પર ડાંગર, ગંગાજળ, તેમજ પંચામૃત ચઢાવવું, કુંવારા છોકરા-છોકરીઓ ને મનગમતો પતિ-પત્ની પ્રાપ્ત થાય, જીવન પ્રેમાળ રહે.

 

આ પ્રમાણે અભિષેક આજે કરવું અથવા રોજ કરવો જેથી ભોલેનાથ ની કૃપા હમેશા રહે.

Related posts

વરસાદના બે રાઉન્ડ બાકી,7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. એટલું જ નહિ, માર્ચના ત્રીજા રાઉન્ડમાં 14 થી 20 માર્ચે પણ વરસાદના છાંટા પડવાની શક્યતા

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા સુરપંખા દહન કરવામાં આવ્યું, પુરુષોને સમાન ન્યાય માટે કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

બજરંગ દળ હિંદની અસારવા વિસ્તારમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

Surya Grahan 2023:આ દિવસે થશે વર્ષનું બીજું સૂર્યગ્રહણ, જાણો શું થશે અસર

Ahmedabad Samay

અટલ બ્રિજ પર વર્લ્ડ હિયરિંગ ડેનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ ધરાવતા બાળકો સાથે કરવામાં આવ્યું

Ahmedabad Samay

રેલવે મંત્રાલયે તેમના સત્તાવાર X એકાઉન્ટ પર વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ)ની કિંમત અને તેનું સંપૂર્ણ મેનુ શેર કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો