July 15, 2026
ગુજરાત

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

ગુજરાતમાં લોકડાઉન ના મૂકાય તે માટે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના તમામ વેપારી મહાજનો તથા તેમના સભ્યોને વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં કરવા આહ્વવાન કર્યું છે. દરેક બજારનો વેપાર સદંતર બંધ ના થાય છતાં કોરોનાના સંક્રમણ રોકવા ભીડ થતી રોકી શકાય તેવો હેતુ પણ સિધ્ધ કરી શકાય તે માટે સરકારને સહકાર આપવા અપીલ કરી છે

અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનના ચેરમેન જયેન્દ્ર , વાઇસ ચેરમેન અશોક પટેલ અને સેક્રેટરી હિમન પરીખે અમદાવાદના વેપારી મહાજનોને અપીલ કરતાં જણાવ્યું છે કે, હાલ સમગ્ર દેશમાં કોરાનાનો નવો રાઉન્ડ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે.

આ વખતે દરેક ઉંમરના લોકો પણ ભોગ બની રહ્યાં છે. માર્ચ 2020થી લોકડાઉન સહિતના કડક પગલાંથી કોરોનાને કંટ્રોલ તો કરી શકાયો પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન ભોગવવુ પડયું છે. એટલે આપણા રિટેઇલ વેપારીઓને અને અસંગઠિત ક્ષેત્રના વ્યવસાયીઓ માટે અસ્તિત્વનો સવાલ થયો હતો. અચાનક એકપક્ષીય લોકડાઉનના અમલથી અભૂતપૂર્વ બેરોજગારી ફેલાઇ હતી. જેનો સામાન્ય લોકોએ જ ભોગ બનવું પડયું હતું.

માટે આપણે સમાજના વિચારશીલ અગ્રણીઓ તરીકે એવી વ્યવસ્થા સ્વૈચ્છાએ ઊભી કરવી જોઇએ. જેથી કોરોનાને રોકી પણ શકાય અને આર્થિક વ્યવસ્થા પણ સંપૂર્ણપણે ખોરવાઇ ના જાય.

Related posts

આજથી અહીં રિવર ક્રૂઝની સવારીનો આનંદ પણ માણી શકાશે.

Ahmedabad Samay

અમદાવાદમાં અલર્ટ જાહેર,અમદાવાદ પોલીસ કમિશ્રર સંજય શ્રીવસ્તવ દ્વારા અલર્ટ જાહેર કરાયુ

Ahmedabad Samay

વિરાટનગર વિસ્તારમાં જી.પી.સી.બી. ના રેહમ રાહે ચાલી રહી છે પ્રદુષિત ફેકટરી,પ્રદૂષણ થી પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

અમદાવાદ: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ-અમરાઈવાડીમાં ભવ્ય સ્વાગત, વટવામાં કથામાં હાજરી આપશે

admin

અમદાવાદ: બિસ્માર ચાંદલોડિયા બ્રિજ નીચે લોખંડના ટેકા મૂકાયા, રાહદારીઓમાં ભયનો માહોલ!

admin

હે! ગણપતિ દાદા, તમે સર્જન કર્યું હતું, તો અમે શા માટે વિસર્જન કરીએ છીએ ?: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો