September 21, 2026
ગુજરાત

જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ શરૂ કરાયું

જીએમડીસી ગ્રાઉન્ડમાં સરકારે ન્યુબર્ગ સુપ્રરાટેક સાથે કોવિડ 19ના RT-PCR ટેસ્ટ ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ માટેની કામગીરી આજથી શરુ કરી છે. આ કામગીરીના પ્રારંભમાં જ આજે ગાડીઓની લાંબી લાંબી લાઇનો લાગી હતી. આ લાંબી લાઇનોમાંથી મુક્તિ મળે તે માટે રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી છે.

રજીસ્ટ્રેશન માટે શું પ્રક્રિયા છે તે અહીં રજૂ કરી છે.

સ્ટેપ 1 : પહેલાં https//sufalamlims.com વેબસાઇટ પર જાઓ અથવા QR કોડ સ્ક્રેન કરો.

સ્ટેપ 2 : રજીસ્ટર બટન પર ક્લિક કરો, તમારી માહિતી રજીસ્ટર કરો ( તમારા ઘરેથી કરી શકો છો ) તમે એક કરતા વધારે વ્યક્તિ માટે રજીસ્ટર કરી શકો છો. રજીસ્ટ્રેશન નંબર વ્યક્તિદીઠ નહીં. પરંતુ દરેક વાહનદીઠ આપવામાં આવશે. જો તમે એક જ ગાડીમાં જતાં હોવ તો તમારે દરેક માણસની માહિતી એક જ રજીસ્ટરમાં ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા વાહન માટે આપવામાં આવેલ યુનિક નંબર તમને એસ.એમ.એસ. દ્વારા તમારા રજીસ્ટ્રર કરેલા મોબાઇલ નંબર પર ચેક ઇન લિંક સાથે મોકલવામાં આવશે.

સ્ટેપ 3 : જીએમડીસી ગ્રાઉન્ડ પર પહોંચીને એસએમએસ પર આવેલી ચેક ઇન લિંક ખોલો અને જીએમડીસી ગ્રાઉન્ડ પર રહેલાં કયુઆર કોડને સ્કેન કરી તમારી ગાડી માટે ટોકન નંબર મેળવો.

સ્ટેપ 4 : ટેસ્ટિંગ માટે 10 કેન્દ્રો ગ્રાઉન્ડ પર ગોઠવાયેલા છે, જે રીતે કેન્દ્ર ખાલી થશે એ રીતે તમને તમારા કેન્દ્રની માહિતી એસએમએસ દ્વારા મળશે.

સ્પેટ 5  : તમે ગાડી ચલાવીને તમને એસએમએસ દ્રારા મળેલા કેન્દ્ર સુધી પહોંચો. તમારી ગાડીમાં અંદર જ બેસી રહેવાનું છે, તમારે બહાર નીકળવાની આવશ્યકતા નથી. સેમ્પલ એકત્રિત કરવા માટે તમારી ગાડીની બારી ખોલવાની રહેશે.

સ્ટેપ 6 : ત્યાં હાજર વ્યક્તિને તમને મળેલો ટોકન નંબર જણાવો અને તમને જે રીત પસંદ હોય તેવી રીતે પેમેન્ટ કરી શકશો. તેમાં રોકડા, કાર્ડ, પીટીએમ, યુપીઆઇ વગેરે દ્વારા પેમેન્ટ કરી શકાય છે. તમારું પેમેન્ટ કર્યા બાદ તમારું સેમ્પલ એકત્રિત કરશે.

સ્ટેપ 7 : તમે ગાડી ચલાવીને એકઝીટ દ્રારમાંથી બહાર જવાનું રહેશે.

ટેસ્ટ કરવા કેવી રીતે જઇ શકો છો ?

તમે ગાડી, રીક્ષા, બાઇક, સ્કૂટર, સાયકલ પર જઇ શકો છો.
તમે ત્યાં ગાડી વગર વોક-ઇન પણ આવી શકો છો, તેના માટે અલગથી કેન્દ્રો લગાવેલા છે.
જો તમને આપેલા કેન્દ્ર પર તમે સમય પર નહીં પહોંચો તો તમારું રજીસ્ટ્રેશન રદ થઇ જશે અને તમારે ફરીથી રજીસ્ટર કરાવવાનું રહેશે.
જો તમને કોઇપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે હેલ્પ ડેસ્ક પર જઇને મળી શકો છો.

Related posts

સામાજીક કાર્યકર્તા નિકુલ મારુ અને તેમની ટિમ દ્વારા મેઘાણીનગર વિસ્તારમા ગ્લુકોઝના પેકેટનુ વિતરણ કરાયુ

Ahmedabad Samay

અર્બન બુલ્સે કવિન્સ કપ ગર્લ ફૂટબોલ પોતાના નામે કર્યું

Ahmedabad Samay

માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતા 1 લાખ 40 હજારનો દંડ વસુલવામાં આવ્યો

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડને કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ, અન્ય રાજ્યોમાં પણ તૈયારીઓ શરૂ કરાઇ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના” ના “રાષ્ટ્રીય કાર્યાલય” નો ૧૩ ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો