June 22, 2026
ગુજરાતમનોરંજન

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૩ અંતર્ગત જબરદસ્ત ટોપિક સાથે પ્રતીક ગાંધી સોમવારે આવશે ફેસબુક લાઈવ

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૩ માં લોકોનો જબરદસ્ત  પ્રતિસાદ મળી રહ્યો છે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, આ સોમવારે સાંજે ૦૬ કલાકે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે સાથે હિન્દી અને વેબ સિરીઝ માં ગુજરાતનું નામ રોશન કરનાર પ્રતીક ગાંધી ખુબજ સુંદર વિષય સાથે ફેસબુક લાઇવ થવાના છે તો આપ જોવાનું ચૂકશો નહિ

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૧ અને ૨ ની સફળતા બાદ કોકોનટ થિયેટર ગૌરવપૂર્વક ‘ચાય-વાય એન્ડ રંગમંચ – ગુજરાતી તખ્તાને સંગ – સીઝન -3’ ની  ૧૨ મી એપ્રિલ, ૨૦૨૧ થી ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે,ટિકિટ નિન્જાના સહયોગથી રોજ સાંજે ૬;૦૦ વાગ્યે કરશે.

જેમાં ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ કલાકારો,લેખકો,દિગ્દર્શકો તથા અનેક ટેક્નિશિયનો જેવા કે શ્રી સિદ્ધાર્થ રાંદેરિયા, શ્રીમતી રોહિણી હટ્ટંગ્ડી, શ્રી વિપુલ મહેતા, શ્રી પ્રતિક ગાંધી, શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય, શ્રી મિહિર ભુતા, શ્રી પ્રવિણ સોલંકી, શ્રી દિલીપ રાવલ, શ્રીમતી. વંદના પાઠક, અને એ સિવાય ઘણાં..જે કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર લાઇવ આવશે અને બધાં થિયેટર પ્રેમીઓને તેમનાં યાદગાર અનુભવો અને વાતો તથા પ્રેરણાદાયી ટીપ્સ શેર કરશે.

શ્રી શત્રુઘ્ન સિંહા, શ્રી સુભાષ ઘાઇ, પદ્મ વિભૂષણ એવોર્ડિ શ્રીમતી શબાના આઝમી, શ્રીમતી સુપ્રિયા પાઠક, પદ્મ શ્રી અને સંગીત નાટક અકાદમી એવોર્ડ વિજેતા શ્રીમતી રીટા ગાંગુલી, શ્રી એમ.એસ.સત્યુ, સ્વ.બંસી કૌલ, શ્રી મનોજ જોશી, શ્રીમતી. નીલમ માનસિંહ, શ્રી વામન કેન્દ્રે, શ્રી સતિષ આલેકાર, શ્રીમતી. ડોલી આહલુવાલિયા, શ્રી પ્રસન્ના, શ્રી સુરેશ શર્મા (ડિરેક્ટર – એનએસડી), શ્રીમતી. રોહિણી હટ્ટગડી અને ઘણાંએ ઓન લાઇન સત્રો કર્યા અને થિયેટર વિદ્યાર્થીઓ, કલાપ્રેમી થિયેટર આર્ટિસ્ટ, લેખકો, દિગ્દર્શકો, સંગીતકાર, નૃત્ય દિગ્દર્શક, રંગ ભૂષા, ડ્રેસ ટેકનીકલ ડીઝાઇનર, ટેકનિશિયન, વિવિધ થિયેટર જૂથો અને થિયેટર સાથે જોડાયેલા દરેકે દરેક માટે પ્રેરણા સ્ત્રોત બન્યા.

સીઝન -૧ અને સીઝન – ૨ ના આદરણીય મહેમાનો અને પ્રેમાળ પ્રેક્ષકોનો પ્રતિસાદ ખૂબ જ સારો હતો જેમણે કોકોનટ થિયેટર ટીમને પ્રાદેશિક થિયેટર પર ઓન લાઈન સત્ર આયોજન કરવાની પ્રેરણા આપી અને કોકોનટ થિયેટરની કર્મઠ ટીમે ગુજરાતી રંગભૂમિનાં માધ્યમથી પ્રાદેશિક સત્રો શરૂ કરવાનું નક્કી કર્યું. ગુજરાતી રંગભૂમિ હંમેશાં ખૂબ જ સક્રિય રહી છે અને વિશાળ ગુજરાતી પ્રેક્ષક વર્ગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. ગુજરાતી થિયેટરમાં એક વિશાળ સંભાવના અને વૃદ્ધિનો અવકાશ હંમેશા રહ્યો છે. તેથી અમારું લક્ષ્ય આ સત્ર દ્વારા વિશ્વભરના તમામ ગુજરાતી થિયેટર અને કલા પ્રેમી સુધી પહોંચવાનું છે. અન્ય ભારતીય પ્રાદેશિક થિયેટર ગ્રુપ અને આંતરરાષ્ટ્રીય થિયેટરનાં કલાકાર કસબીઓ પણ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજને અનુસરી શકે છે અને “ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન – ૩” ને ઓન લાઇન અને ઓફ લાઇન જોઈ શકે છે. બધા જ સત્રોનો સંપૂર્ણ સંપૂટ કોકોનટ થિયેટર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે, જે વિશ્વના કોઈપણ ભાગમાંથી વિના મુલ્યે જોઈ શકશે

Related posts

આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ

Ahmedabad Samay

પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, પણ ખાયેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા ઓર બઢેગા ઇન્ડિયા

Ahmedabad Samay

ગુજરાતમાં નવા મંત્રીમંડળ બાદ હવે જુના અને દિગગજ નેતાઓનું શુ ?

Ahmedabad Samay

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

કૃષ્ણનગરના પી.આઇ. એ.જે.ચૌહાણની બુટલેગરો સામે લાલઆંખ

Ahmedabad Samay

બળાત્કાર પીડિતાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવા પર SCની ટિપ્પણી, કહ્યું- ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ સમય બરબાદ કર્યો…!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો