August 7, 2026
ગુજરાત

બે ડોઝ છે ફાયદાકારક, બે ડોઝ બાદ ઝડપથી રિકવરી આવી

સિવિલ હોસ્પિટલના તબીબ ડૉ. યતીન દરજીએ કહ્યું, કોરોનાથી બચવા માટે વેક્સીન કારગર હથિયાર છે. રસીના કારણે જ તેઓ ગંભીર સંક્રમણથી બચી શક્યા છે માટે તમામે રસી લેવી જોઈએ. ડૉ. યતીને ૧૨મી ફેબ્રુઆરીએ પ્રથમ ડોઝ અને ૧૩મી માર્ચે બીજો ડોઝ લીધો હતો. ત્યારબાદ પણ તેઓ ફરજ પર કાર્યરત રહ્યા હતા. પરંતુ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોવાથી કોરોના વાયરસનું આ ઘાતક સ્વરૂપ તેમના ફેફસાના ૨૦થી ૨૫ ટકા વિસ્તારને જ નુકસાન પહોંચાડી શક્યું.

તબીબી સારવાર અને વેક્સીનના બંને ડોઝ લીધા હોવાથી ડૉ. યતીનના શરીરમાં ઉત્પન્ન થયેલા એન્ટીબોડીઝે શરીરમાં પ્રવેશેલા વાયરસ સામે પ્રતિકાર કર્યો હતો. કોરોના સામે લડત આપીને તેઓ ખૂબ ઝડપથી સાજા થયા હતા અને ઘરે પરત ફર્યા છે. કોરોના વોર્ડમાંથી લોકોને અપીલ કરતાં તબીબે કહ્યું, મેં કોરોનાની રસી લીધી હતી અને તેના કારણે જ સંક્રમિત થયા બાદ પણ ઝડપથી સાજો થઈ શક્યો છું. દેશના તમામ નાગરિકોએ રસી અચૂકપણે લઈને સંક્રમણથી સુરક્ષિત થવું જોઈએ.

ડૉ. યતીન દરજીના કહેવા અનુસાર, કોરોનાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. રસી લીધા બાદ સરકારી નિર્દેશોનું પાલન પણ જરૂરી છે. રસી લીધા બાદ સંક્રમણ સંબંધિત વિસ્તારમાં જવાથી સંક્રમણનો લાગવાનો ભય રહે છે. બાકીના કિસ્સામાં સામાન્ય સંક્રમણથી રસીના કારણે જરૂરથી બચી શકાય છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, અમારી ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં કોરોનાના રસીકરણ બાદ સંક્રમિત થઈને આવેલા દર્દીઓમાં વાયરસની ગંભીરતાનું પરિણામ ઓછું જોવા મળ્યું છે. જેમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ખૂબ જ ઝડપથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

Related posts

ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી

Ahmedabad Samay

ગુજરાતનું કુલ જાહેર દેવું હવે ૩.૮૦ લાખ કરોડ પર પહોંચી ગયું, દરેક ગુજરાતીના માથે આશરે રૂ.૬૬,૦૦૦નું દેવું છે.

Ahmedabad Samay

અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી હતી

Ahmedabad Samay

કોરોનાના ચોંકાવનારા આંકડા સામે,એક સપ્તાહમાં સંક્રમણ કેસમાં આશરે ૧૭૫% નો વધારો થયો

Ahmedabad Samay

કોરોના કારણે અમદાવાદમાં ત્રણ રથ નિકળશે

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં બે મેડિકલ સ્ટોર અને દવાખાનામાં થઇ લૂંટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો