August 7, 2026
ગુજરાત

છ માસની ગર્ભવતી મહિલા રિવરફ્રન્ટ પર પડતું મુકવા જતા બચાવવામાં આવી

6 મહિનાની ગર્ભવતી યુવતીએ રીવરફ્રન્ટ પરથી મોતની છંલાગ મારી આપઘાત કરવા માટે આવી હતી દરમિયાન એક જાગૃત નાગરીકે તેને પકડીને મહિલા હેલ્પલાઈનની ટીમને જણાવ્યુ હતુ કે, એક યુવતી સાબરમતી નદીમાં કૂદવા માટે આવી છે જો કે મે તેને પકડી લીધી અને જીવ બચાવવામાં આવ્યો હતો.

યુવતીના પરિવારજનોને બોલાવી વાતચીત કરતા જાણવા મળ્યુ હતુ કે, યુવતીના લગ્નને 1 વર્ષ થયું છે અને 6 મહિનાથી ગર્ભવતી છે. સાસરીમાં પતિ, સાસુ અને નણંદ દ્વારા ત્રાસ આપવામાં આવે છે. દહેજમાં દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યુ હતું. પિતા છૂટક મજૂરી કરે છે અને અવારનવાર સાસરિયા મારપીટ કરે છે. યુવતીના માતા તેને પહેરવાં કપડાં મોકલે તો નણંદ લઈ લે છે. અને રોજ બરોજ ત્રાસ આપે છે.

એટલુ નહીં પતિને મસાલો ખાવાની આદત હોવાથી મસાલો ખાઈને યુવતીના હાથ પર થૂંકી દે છે. તથા નણંદ અને સસરા અવાર નવાર ગાળો આપીને ત્રાસ આપે છે તથા મારા દિકરાના બીજે લગ્ન કરાવી દઈશું તેવી ધમકી પણ અવાર નવાર આપતા હોવાથી તંગ આવીને યુવતીએ પોતે રિવરફ્રન્ટ પર આવી નદીમાં પડતું મુકી આપઘાત કરવા આવી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે તેને સમજાવી સાસરીયા અને પતિના વિરુદ્ધમાં પોલીસ ફરીયાદ કરવાનું જણાવી પોલીસ સ્ટેશન મોકલી હતી

Related posts

વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા કે.જી.વણઝારા અને ડી.જી.વણઝારા ની શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

રેમડેસીવીર પાછળના ભાગો ડેકસામેથાસોન પણ એજ કામ કરે છે, સસ્તી અને સરળતાથી દરેક મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ

Ahmedabad Samay

ચૂંટણી ટાણે રામોલ પોલીસે રૂ. ૧.૩૪ કરોડની રોકડ રકમ સાથે યુવકની ધરપકડ કરી

Ahmedabad Samay

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી

Ahmedabad Samay

આપ ની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી

Ahmedabad Samay

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો