August 7, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રદીપસિંહ જાડેજાએ આરંભ કર્યો

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો આરંભ કરાવતા  ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોવીડ મહામારી સામે વિજય પ્રાપ્ત કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે.

સમાજના અગ્રણી ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ  કુશવાહ અને સરસપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર  દિનેશસિંહ કુશવાહના સંયુક્ત પ્રયાસોથી  કાર્યરત કરવામાં આવેલ  સંત  કબીર કોવિડ કેર સેન્ટર માટે ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

સંત કબીર  કોવિડ કેર સેન્ટરમા ૩૦ ઓક્સિજન બેડ અને ૨૦ સામાન્ય બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક તબીબ, નર્સિંગ સ્ટાફ, કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં તહેનાત રહેશે. સારવાર મેળવી રહેલા દર્દીઓને ભોજનની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવશે
કોવીડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સરસપુર મતવિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર દિનેશભાઈ કુશવાહ, ભાસ્કરભાઈ ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

અજાણ્યા નંબરથી ફોન આવતા ચેતજો યુવાનો,વેજલપુર બાદ કુબેરનગરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો,

Ahmedabad Samay

અખિલ ભારતીય બંજારા મહિલા સેનામાં ગુજરાત રાજ્યના પ્રદેશ ઉપાઅધ્યક્ષ તરીકે કલ્પનાબેન ની નિયુક્તિ

Ahmedabad Samay

શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને રામ કુટિર ફ્લેટ દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરાઇ, સીતા રામ અને લક્ષ્મણજીની રંગોળી બનાવાઈ

Ahmedabad Samay

આ કારણે નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી

Ahmedabad Samay

દાસ્‍તાન ઓટોવર્લ્‍ડ’, કઠવાડા ખાતે અમદાવાદીઓ અને કાર પ્રેમીઓ માટે ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ દરમિયાન ‘કાર એન્‍ડ સિનેમા ફેસ્‍ટિવલ’નું આયોજન

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો,આજે ડીઝલ ૨૧ પૈસા તો પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો